કઈ રીતે ઈલેક્ટ્રીક વ્હિકલ એક્ટની સબસીડિનો મેળવી શકાશે લાભ....

  • July 08, 2021 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં આવી છે...જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવવામાં આવનાર છે....ઈ-વ્હીકલ પોલીસી-૨૦૨૧ અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારે ગુજરાત સરકારના “ડીજીટલ ગુજરાત” એટલે કે, digitalgujarat.gov.in પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે...અરજીની સાથે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે...તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે...સબસીડી મેળવવા માટેની ઓનલાઈન અરજી અંગે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં...

ઉપર આપેલી તમામ બાબત રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે...ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પર અરજી કરવાની રહેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS