શિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

  • May 08, 2021 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજરોજ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું છે.

 

 

તેઓ 76 વર્ષનાં હતા. તેઓ એચ.એચ. સ્વામી ચિદાનંદજી મહારાજનાં શિષ્ય હતા. તેઓ ઘણાં જ સારા યોગાતાર્. હતા. તેમણે યોગની હજારો શિબિર કરી છે. તેમણે શિવાનંદ આશ્રમમાં ઘણું જ સરસ લક્ષ્મીજીનું મંદિર પણ બનાવ્યું છે.

 

 

એક સંબોધનમાં કોરોનાવાયરસ અંગેના સંબોધનમાં સ્વામીજીએ કહ્યું હતું કે, દિવસની શરૂઆત‘ઓમકાર’નાજાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS