રાજ્યના ૧૦ તાલુકા વિકાસ અધિકારીની બદલી, અમરેલી અને જોડિયા તાલુકામાં બદલાયા અધિકારી

  • November 25, 2020 07:59 PM 183 views

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 10 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જે ઓર્ડર અનુસાર સૌરાષ્ટ્રમાં અમરેલી અને જોડિયા  તાલુકાના તાલુકા વિકાસ અધિકારી બદલાયા છે. જેમાં  હેતલબેન કટારા જેઓ ગોધરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમને અમરેલી ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

આ સાથે જ સંતરામપુર તાલુકાના માધુરીબેન પટેલ ની જોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.  આ સાથે જ શહેરા, વાવ, દાંતીવાડા,  સીંગવડ, સંતરામપુર, સાવલી, વસો, હિંમતનગર, નવસારી, વાપીના પણ તાલુકા વિકાસ અધિકારી બદલાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application