૨૬/૧૧ જેવા જ હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા નગરોટામાં મોતને ભેટેલા આંતકીઓ

  • November 21, 2020 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના મામલાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત દોભાલ, વિદેશ સચિવ સાથે તમામ ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ ૨૬/૧૧ એ ફરીથી એક મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અમારી સુરક્ષા દળોએ ફરી એકવાર બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. તેમની તકેદારીના કારણે તેમણે જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તરના લોકતાંત્રિક પ્રયત્નોને સમાપ્ત કરવાના એક કાવતરાને નિષ્ફળ કર્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૪ આતંકીઓનાં એન્કાઉન્ટર અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોની હાજરી સૂચવે છે કે આ કાવતરું ફરી એકવાર નિષ્ફળ ગયું છે.

 

એન્કાઉન્ટર કેવી રીતે થયું 
બાતમી ઇનપુટ બાદ પોલીસે નાગરોટા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી હતી અને દરેક સ્થળે વાહનોની જોરદાર ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, સવારે ૪.૨૦ ની આસપાસ શ્રીનગર-જમ્મુ હાઇવે પર કાશ્મીર તરફ જઇ રહેલી એક ટ્રકે સૈનિકોને ચેકીંગ માટે રોક્યા હતા. પરંતુ ચેકીંગ દરમ્યાન તે ટ્રક ચાલક ભાગ્યો હતો. 

 

જ્યારે સુરક્ષા દળોએ ટ્રકની તપાસ કરી તો તેમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. સુરક્ષાદળોએ આતંકીઓનો પીછો કર્યો. જાબાજ સૈનિકોની લગભગ ત્રણ કલાકની કાર્યવાહીમાં ચારે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ફાયરિંગને કારણે મોટી માત્રામાં દારૂગોળો ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021