જો તમારું સેનિટાઈઝર નકલી હોય તો લો દુકાનદારની ખબર: ઘરે જ ચકાસો સેનિટાઈઝર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારથી કોરોનાની મહામારીથી લોકો પરેશાન થયા છે અને સેનિટાઈઝનો ઉપયોગ વધ્યો છે ત્યારથી માર્કેટમાં કેટલાક લોકો તકનો લાભ લેવા આગળ આવ્યા છે. જે લોકો બજારમાં નકલી સેનિટાઈઝર વેચીને તમારી હેલ્થ સાથે તો ચેડા કરે જ છે પરંતુ છેતરામણીનો મોટો ગુનો કરે છે. આવા સમયે તમારે નક્કી કરવું જરૂરી બની જાય છે કે સેનેટાઈઝર અસલી છે કે નકલી?

 

સરકારે દિશાનિર્દેશ આપ્યા છે કે કોરોનાથી બચવા માટે 70 થી 80 ટકા આલ્કોહોલ વાળું સેનિટાઈઝર વાપરવું. જો કે સેનિટાઈઝરમાં 80 ટકા આલ્કોહોલ છે કે કેમ એ ટેસ્ટ ઘરે જ થઈ શકે છે. દરેક ઘરમાં ઘંઉનો લોટ તો હોય જ છે. એક વાટકી ઘંઉનો લોટ લઈને તેમાં એક ચમચી સેનિટાઈઝર નાંખીને લોટ બાંધવાની કોશિશ કરો. જો લોટ બંધાય તો સમજવાનું કે સેનિટાઈઝર નકલી છે. કારણકે અસલી સેનિટાઈઝર ક્યારેય લોટ બંધાવા દેશે નહીં.

 

બીજો ઉપાય છે કે એક ટીસ્યુપેપર લઈને તેમાં બરાબર વચ્ચે બોલપેનથી એક નાનું ટપકું કરો . ત્યારબાદ તેમાં એક ટીપુ સેનિટાઈઝર નાંખો. જો સાહિથી બનેલ ગોળ ફેલાય તો સમજવું કે તમારું સેનિટાઈઝર નકલી છે. ગોળ એમજ રહે અને સેનિટાઈઝર 5 7 સેકન્ડમાં ઉડી જાય તો માનવું કે સેનિટાઈઝર અસલી છે. એક બાઉલમાં સેનિટાઈઝર લઈને તેમાં હેરડ્રાયરથી હવા ફેંકો. જો સેનિટાઈઝર 5 7 સેકન્ડમાં ઉડી જાય તો તે અસલી છે. નહીં તો તમારું સેનિટાઈઝર નકલી છે. જે કિટાણુંથી તમારું રક્ષણ કરવા સક્ષમ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS