મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓની પીઠ થાબડી, કહ્યું તમારી કામગીરી સલામને પાત્ર

  • April 16, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મિડિયા ફેસબુકના માધ્યમથી લોકોને સંબોધીને આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓ અને તમામ કોરોનાવોરિયર્સને શાબ્દિક હિમ્મત આપતા પીઠ થાબડી, કહ્યું તમારી કામગીરી સલામને પાત્ર ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપણી કોરોના સામેની લડાઈ લાંબી ચાલી, પરંતુ આપણે હારવાની કે થાકવાની જરૂર નથી. આરોગ્યકર્મચારીએ તો 3 લાખથી વધુ લોકોને સ્વસ્થ કરીને ઘરે મોકલ્યા છે.  હવે આપણી પાસે વેક્સિનનાા રૂપમાં અમોઘ શસ્ત્ર પણ ઉપલબ્દ્ધ છે. આથી હવેની લડાઈ ધીરજ રાખીને લડવાની છે. આટલા લાંબા સમય સુધી આરોગ્ય કર્મચારીઓ તેના પરીવારથી દૂર રહ્યા છે. જે વાસ્તવમાં ખૂબ અઘરું છે પરંતુ તેઓએ જે હિમ્મત સાથે કામ કર્યુ છે એ સલામને પાત્ર છે.કોરોના વોરિયર્સ તો જન સેવા કરે છે. અને જન સેવા એ જ પ્રભૂસેવા કહેવાય. આથી મેડિકલસ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કોરોના દર્દીની સેવા તમામ કરતા તમામ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ કામગીરી તપસ્યા સમાન ગણાવીને મુખ્યમંત્રીએ અટલજીની કવિતા દોહરાવી હતી.... અંધેરા છંટેગા, સુરજ નિકલેગા...... 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS