સૈફના તાંડવને કારણે હવે રિલીઝ નહી થાય 'ધ ફેમિલી મેન 2' ? મનોજ બાજપેયીએ જણાવી હકીકત

  • March 09, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનોજ બાજપેયીની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ સિરીઝ 12 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવાની હતી, પરંતુ હાલમાં તેની રિલીઝની કોઈ ખબર નથી. થોડા સમય પહેલા એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી સૈફ અલી ખાનની સિરીઝ તાંડવને લઈને એમેઝોન પ્રાઈમની મુશ્કેલીઓ વધી રહી છે. જેના કારણે ફેમિલી મેન 2 પર રોક લાગી છે. મળતી માહિતી મુજબ ફેમિલી મેન 2 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ મામલે કેટલી સત્યતા છે તે કહેવા મનોજ બાજપેયી ખુદ આગળ આવ્યા છે.

એમેઝોન પ્રાઈમે ધ ફેમિલી મેન 2નું પ્રીમિયર રદ કર્યું છે. એટલું જ નહીં, તેણે અનુષ્કા શર્માની વેબ સિરીઝ પાતાળલોક સીઝન 2ના નિર્માણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને મનોજ બાજપેયીએ ખુદ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમાચારોની સત્યતા કહેવા માટે મોરચો લીધો છે.

મનોજ બાજપેયીએ ટ્વીટ કર્યું - તે સ્રોત કોણ છે? સત્યને જાણ્યા વિના બકવાસ લેખ પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. આગલી વખતે એમેઝોન અથવા સીરીઝના નિર્દેશક સાથે વાત કરો. આ સ્રોતોમાંથી નહીં. આભાર.

આ સિરીઝનું ટીઝર કમાલનું છે. જેમાં મનોજની બદલાયેલી શૈલી જોવા મળી રહી છે. આ વખતે પ્રેક્ષકો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે મૂસા જીવિત છે કે મરી ગયા. આ સીરીઝમાં ભયજનક આતંકવાદી મૂસાની ભૂમિકા અભિનેતા નીરજ માધવે ભજવી હતી. નીરજને તેની ભૂમિકા માટે ઘણી પ્રશંસા પણ મળી.

ઓટીટી પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જારી કરી હતી, જે અંતર્ગત તેમને તાત્કાલિક વાંધાજનક સામગ્રીને દૂર કરવા, તપાસમાં મદદ કરવા અને ફરિયાદના નિરાકરણની પદ્ધતિ ગોઠવવા કહેવામાં આવ્યું હતું.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી વખત એક પ્રકારની અશ્લીલ સામગ્રી બતાવવામાં આવે છે અને આવા કાર્યક્રમો પર દેખરેખ રાખવા માટે કોઈ દિશા-નિર્દેશની જરૂર છે. વળી, કોર્ટે કેન્દ્રને સોશિયલ મીડિયાના નિયમન માટેના માર્ગદર્શિકા વિશે જણાવવા જણાવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS