દ્વારકામાં ફૂલડોલ મહોત્સવ બંધ રહેતા માલધારી અગ્રણીએ સરકાર સામે પ્રહાર કર્યા

  • March 11, 2021 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોના સંક્રમણ ફેલાવવાના ભયને પગલે હિંદુ સમાજના પવિત્ર ધાર્મિક ઉત્સવો બંધ ર્કાહેલ છે જેમાં શિવરાત્રી મેળો, ડાકોરજીનો મેળો અને દ્વારકાધીશનો ફૂલડોલ મહોત્સવ બંધ રાખી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનને આઘાત પહોંચાડેલ છે.

મોરબી માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યું છે કે તાજેતરમાં ચુંટણી યોજાઈ હતી જેમાં મોટા પ્રમાણમાં નાચગાન, અબીલ ગુલાલ અને રાસોત્સવ યોજાયેલ ત્યારે તંત્રને કોરોનાનો ડર લાગ્યો નહિ બલકે કોરોના ઉપદ્રવ ફેલાવવામાં કારણરૂપ બનેલ છે પરંતુ વર્ષમાં એકવાર આવતો ખાસ માલધારી સમાજનો ફૂલડોલ મહોત્સવ બંધ રાખી સમાજનું ભાર અપમાન કરેલ છે ઉત્સવો બંધ રાખનાર બેજવાબદાર તંત્ર સામે પગલા લેવા જોઈયે શા માટે ચૂંટણી સભાઓ અને વિજયોત્સવમાં મોટી ભીડ ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી ? ચુંટણી સમયે નિયમો લાગુ થતા નથી અને માત્ર હિંદુ સમાજની આસ્થાના પ્રતિક સમાં દ્વારકામાં ફૂલડોલ મહોત્સવ બંધ રાખ્યો છે ત્યારે આ અંગે ફેર વિચારણા કરવા જણાવ્યું છે અંતમાં એમ પણ જણાવ્યું છે કે કોરોના જયારે ચરમસીમાએ હતો ત્યારે માલધારી સમાજે શ્રીકૃષ્ણના આશીર્વાદથી લોકોના ઘરે ઘરે જઈને સવાર-સાંજ સુધી પહોંચાડ્યું હતું જેને શ્રીકૃષ્ણ ભગવાનના આશીર્વાદથી કશું થયું ના હતું જેથી યોગ્ય વિચારણા કરી ફૂલડોલ મહોત્સવને મંજુરી આપવા માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS