જામનગરના વિપ્ર એડવોકેટની હત્યાના આરોપીને ઝડપી લઈ નોંધપાત્ર કામગીરી કરી

  • March 26, 2021 07:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા બ્રહ્મસમાજ દ્વારા પોલીસને અભિનંદન પાઠવાયા

જામનગરના વિપ્ર એડવોકેટ કિરીટભાઈ જોશીની થોડા સમય પૂર્વે શહેરના ધમધમતા વિસ્તારમાં સરાજાહેર નિર્મમ હત્યા કરી અને નાસી છૂટેલા ત્રણ આરોપીઓને જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની રાહબરી હેઠળ જામનગરના ત્રણ પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા કોલકત્તા ખાતે અને સૂઝપૂર્વક આ હત્યાના ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા.

જામનગર પોલીસની સરાહનીય કામગીરી બદલ ખંભાળિયાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બિરદાવી અને ગૃહ મંત્રી, ગૃહ સચિવ સાથે જામનગરના પોલીસ વડા દીપન ભદ્રનની આ કાર્યવાહી બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને બ્રહ્મ સમાજના પ્રતિનિધિ વિનાયક ભટ્ટ, શંકરભાઈ ઠાકર, એડવોકેટ કમલભાઈ ત્રિવેદી, વજુભાઈ વોરિયા તથા હરેશ ભટ્ટ દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS