આઈપીએલની હરાજીમાં સાથે જોવા મળ્યા આ સેલેબ્સનાં બાળકો

  • February 19, 2021 09:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

18 ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આ દરમિયાન, ઘણા મોટા ખેલાડીઓની હરાજી વચ્ચે બે સ્ટાર કિડ્સે દરેકનું ધ્યાન ખેંચ્યું. આ સ્ટાર કિડ્સ કોલકાતા નાઈટ રાઇડર્સની હરાજીમાં હાજર હતા. ઘણા લોકોએ તેમનો ફોટો સોશિયલ મીડિયા પર જોઇને પ્રતિક્રિયા આપી છે.

શાહરૂખ ખાન અને જુહી ચાવલાના પતિ જય મહેતા આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સના સંયુક્ત માલિક છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને જુહી ચાવલાના બાળકો આઈપીએલની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી દરમિયાન એક સાથે મળી સ્પોર્ટ થયા હતા.

હરાજી દરમિયાન આર્યન ખાન અને જાહ્નવી મહેતા તેમની ફ્રેન્ચાઇઝ મેનેજમેન્ટ ટીમના અન્ય સભ્યો સાથે બેઠા જોવા મળ્યા હતા. જેની તસવીર જુહી ચાવલાએ તેના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી છે.

આર્યન અને જાહ્નવીની તસવીર શેર કરતી વખતે જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'કેકેઆરનાં બાળકો, આર્યન અને જાહ્નવી બંનેને હરાજીનાં ટેબલ પર જોઈને ખૂબ આનંદ થાય છે.' જેમ જેમ તસ્વીર સામે આવી છે, તેમ ઘણા લોકો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.

એક વ્યક્તિએ લખ્યું કે હવે નવી પેઢીને તેની જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે. બંને એક સાથે સારા લાગે છે. બીજા વ્યક્તિએ આશ્ચર્ય સાથે લખ્યું કે "શું તમને ખાતરી છે કે આ આર્યન છે શાહરૂખ ખાન નહીં?"

કેકેઆરએ પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હરાજી દરમિયાન જાહ્નવીની તસવીર પોસ્ટ કરી છે. આ સાથે, એવું લખ્યું છે કે 'જાહ્નવી મહેતા, #IPLAuctionના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની બોલી લગાવનાર જાણવી મહેતા આજે આપણા સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે. તે તમને ચેન્નઈમાં યોજાનારા કાર્યક્રમ પ્રવાસ વિશે માહિતી પણ આપશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS