અરરર.... કોરોના ઓછો હતો કે અત્યંત ચેપી અને દુર્લભ ‘ચાપરે’ વાયરસ બોલીવિયામાંથી મળ્યો

  • November 20, 2020 01:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસનો કહેર હજુ યથાવત છે ત્યાં વધુ એક ખતરનાક વાયરસ વિશે જાણવા મળ્યું છે. અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ  કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન દ્વારા આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ચાપરે વાયરસ લોકોને સંક્રમિત કરવાની શક્તિ ધરાવે છે અને ઇબોલા જેવા હેમોરહાગિક ફીવર માટે જવાબદાર બની શકે છે. જોકે શરૂઆતમાં ઇબોલા વાયરસને પણ ખતરનાક સમજવામાં આવ્યો હતો પરંતુ પછી વૈજ્ઞાનિકોએ ઝડપથી આ બીમારીને કંટ્રોલ કરવાનો ઉપાય શોધી લીધો હતો.

 

ચાપરે વાયરસનો પહેલો કેસ ૨૦૧૯માં સામે આવ્યો હતો. બોલીવિયાનાં લા પાલમાં બે દર્દીઓથી ત્રણ આરોગ્ય કર્મચારી સંક્રમિત થયા હતાં. સંક્રમિત બે દર્દીઓ એક દર્દી અને બે મેડીકલ કર્મચારીનાં મોત નિપજ્યા હતા. વૈજ્ઞાનિકનું કહેવું હતું કે વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે વર્ષ ૨૦૦૪માં વાયરસનો એક નાનકડો પ્રકોપ ચાપરે વિસ્તારમાં ફેલાયો હતો. ચાપરે બોલીવિયાનાં લા પાજનાં પૂર્વમાં ૩૭૦ મીલ દૂર છે.

 

CDCએ રાહત આપતાં એક વાત જણાવી હતી કે આ વાયરસ ચેપી જરૂર છે પરંતુ તેનો કંટ્રોલ થઈ શકે એમ છે. કોરોના એક શ્વસન વાયરસ છે જયારે તેની સરખામણીએ ચાપરે વાયરસ હાર્ડ છે આથી તેને કાબુમાં લેવો સરળ પડે છે. આ વાયરસથી સંક્રમિત થનાર વ્યક્તિને તાવ, પેટ દર્દ, આંખોમાં દર્દ અને ત્વચાની સમસ્યા ઉભી થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS