ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

  • September 11, 2021 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખ તરીકે વિપુલભાઈ જોષી બિનહરીફ જાહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારોની ચૂંટણી તાજેતરમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના વડપણ હેઠળ ખંભાળિયા સ્થિત ઔદિચ્ય જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના હોદ્દેદારો માટેની ચર્ચા વિચારણા અંતે ખંભાળિયાના બ્રહ્મ અગ્રણી વિપુલભાઈ જોષીના નામની દરખાસ્ત પૂર્વ પ્રમુખ વિજયભાઇ રાજ્યગુરુએ મૂકી હતી. જેને અગ્રણી બ્રહ્મ સમાજના અગ્રણી અજીતભાઈ કિરતસાતા તથા એડવોકેટ કમલેશભાઈ દવેએ ટેકો આપ્યો હતો. અંતે વિપુલભાઈ જોશીની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી.

આ મિટિંગના આયોજનમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ પંડ્યા, ટ્રસ્ટી મોહનભાઈ મોકરીયા, જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ તથા મોરબી જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ સાથે દિનેશભાઈ જોશી વિગેરે ખાસ જોડાયા હતા. તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી આ વરણીને આગેવાનોએ આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવનિયુક્ત પ્રમુખ વિપુલભાઈ જોશી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંત્રી જીગ્નેશભાઈ ઠાકર તથા કારોબારી સભ્ય વિજયભાઈ રાજ્યગુરુ અને દિલીપભાઈ અમૃતલાલ વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી. આ વરણીને દેવભૂમિ દ્વારકા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અજીતભાઈ કીરતસાતા, મહેન્દ્રભાઈ જોષી, મોહનભાઈ મોકરીયા, કમલેશભાઈ દવે, ભરતભાઈ દવે, સંજયભાઈ થાનકી, વિજયભાઈ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ ભૂરા, રશ્મિનભાઈ કુવા, હિતેશભાઈ બોડા, જીતુભાઈ મોતા, સુધીરભાઈ પંડ્યા, જયેન્દ્રભાઈ કીરતસાતા, વિશાલભાઈ કીરતસાતા, પપ્પુભાઇ જોશી, નિકુંજભાઈ વ્યાસ, ચેતનભાઇ જોશી, પંકજભાઈ જોશી, શંકરભાઈ ઠાકર, મનસુખભાઈ ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, કિર્તીભાઈ ભટ્ટ, વિમલભાઈ બલભદ્ર સંદીપભાઈ ખેતીયા, શશીભાઈ દવે, વૈભવ દવે, ફાલ્ગુનીબેન વ્યાસ, મનિષાબેન ત્રિવેદી, પ્રતાપભાઈ થાનકી, શક્તિભાઈ ભટ્ટ નિખિલભાઇ ખેતીયા, પ્રવીણભાઈ કલ્યાણી વિગેરેની ઉપસ્થિતીમાં સમગ્ર કાર્યક્રમ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમનું સુંદર સંચાલન જ્ઞાતિના પીઢ આગેવાન મહેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS