નિષ્ણાંતોએ ચેતવ્યાં : આવી નવી ઉપાધિ , કોરોનાના કારણે ગુમાવવી પડી શકે છે આંખ

  • April 26, 2021 04:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં વધારે કપરી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. આવામાં વાયરસની અસર વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. હવે હેલ્થ એક્સપર્ટે કોરોનાનો હુમલો અંધાપો પણ લાવી શકે છે તેવી વાત એક્સપર્ટ દ્વારા કરાઈ છે. એક્સપર્ટે જણાવ્યું છે કે અહીં  કોરોનાની સાથે લોકો આંખની પણ તકલીફ થઈ રહી છે.

 

 

આવામાં કોરોનાના દર્દીઓને આંખની તકલીફો સામે આવી રહી છે, જેમાં આંખો આવવી, આંખો બળવી વગેરે લક્ષણો દેખાઈ રહ્યા છે. આ સાથે આંખોમાં ઝાંખપ પણ આવી રહી છે. આ પછી એવું પણ જોવા મળ્યું કે દર્દીઓ દૃષ્ટી ગુમાવી રહ્યા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી. આ સમસ્યા ખાસ કરીને ઘરડા અને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓમાં જોવા મળી રહી છે.

 

 

એક ડોક્ટરે જણાવ્યું કે, "આંખોમાં ઝાંખપ આવવી કે જોવાની શક્તિ ગુમાવવી જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા કોરોના રેટીનામાં જતી લોહીની નશોને બ્લોક કરી દે છે. જેમાં આર્ટરી અને વેઈન (ધમની અને શીરા) બન્નેમાં લોહીના ગઠ્ઠા થઈ જાય છે. આવામાં જો સેન્ટ્રલ રેટિના આર્ટરી બ્લોક થઈ જાય, તો ઝાંખપ આવી હોય તે પરત આવવાનો છ મહિનાનો સમય છે. જો વેન બ્લોક થઈ હોય તો સુધારો મોડો આવે છે."

 

 

વધુમાં ડૉક્ટર જણાવે છે કે, "બીજુ કારણ એ પણ હોઈ શકે છે નવો વાયરસ હુમલો કરી રહ્યો છે. સ્ટીરોઈડ ઈમ્યુનિટી ઘટાડે છે અને પીડાદાયક વાયરસ તેનું કામ કરે છે અને દૃષ્ટી પર અસર પડે છે. આ સિવાય આ ફંગલ અટેક પણ હોઈ શકે છે, જેને મ્યુકોરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. જે કોરોનાની સારવાર લઈ ચુકેલા દર્દીઓમાં જોવા મળે છે. જે આંખના તથા નાકના ભાગોને નુકસાન કરે છે."

 

 

અપોલો હોસ્પિટલના આંખના સિનિયર ડૉક્ટર મલ્લિકા ગોયલ જણાવે છે કે, "જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી આંખની પણ તકલીફ થઈ રહી છે. આની પાછળના કારણો જુદા-જુદા હોઈ શકે છે." ડૉ. મલ્લિકા પણ ઉપર ડૉક્ટરે લોહીની નશોમાં ગાંઠ થવા સહિતના કારણ આવ્યા તે અંગે વાત કરી રહ્યા છે.તેઓ આગળ કહે છે કે, "એક કે બે આંખને નુકસાન થવાનું કારણ આર્ટરી કે વેનમાં લોહી જામવાનું હોઈ શકે છે. આ સાથે મગજ દ્વારા પણ ઓપ્ટિક નર્વસ પર દબાણ થવાથી પણ આમ થતું હોઈ શકે."

 

 

આ સિવાય દુનિયામાં થતા અલગ-અલગ રિસર્ચમાં પણ જોવા મળ્યું છે કે, કોરોના વાયરસની આંખ પર પણ અસર થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS