નૌસેનાની 6 મહિલા અધિકારીઓના જીવન પર બનશે આ ફિલ્મ

  • March 09, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમશ્રી ફિલ્મ અને ટી-સિરીઝે મળીને 'તારીણી' બનાવવાની ઘોષણા કરી હતી. તારિની એ નૌસેનાની છ બહાદુર મહિલા અધિકારીઓ પર આધારિત એક ફિલ્મ છે કે જેમણે વિશ્વભરમાં દરિયાઇ સફર પર નીકળી છે. આરુશી નિશાંક આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહી છે.

19 સપ્ટેમ્બર, 2017ના રોજ, લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીની આગેવાની હેઠળ પ્રતિભા જામવાલ, પી. સ્વાતિ, એસ.વિજયા, એશ્વર્યા અને પાયલ ગુપ્તાએ ભારતીય નૌકાદળની સેલિંગ બોટ આઈએનએસ તારીણી પર ગોવામાંથી તેમની યાત્રા શરૂ કરી હતી અને 19 મે, 2018ના રોજ તે 21,600 નોટકીલ માઇલનું અંતર કાપીને પરત ફરી હતી. 21 મે 2018ના રોજ, તે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા થઈને ગોવા પહોંચ્યા હતા. આ અભિયાનમાં લગભગ 254 દિવસનો સમય લાગ્યો હતો. સાથોસાથ, નેવીની આ છ મહિલા અધિકારીઓએ પણ ઇતિહાસનાં પાનામાં પોતાનાં નામ નોંધ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અભિયાનની ખૂબ પ્રશંસા કરી હતી.

આ છ મહિલા નેવી અધિકારીઓ પર આધારિત 'તારીણી' ફિલ્મનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. તેની જાહેરાત 8 માર્ચ 2021ના ​​રોજ ફિલ્મ હિમશ્રી અને ટી-સિરીઝે સાથે મળીને કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક અને અન્ય કલાકારોની જાહેરાત પછી કરવામાં આવશે. જાણીતા ફિલ્મ લેખક પ્રસૂન જોશીએ તારિણી ફિલ્મ લેખકની ટીમને માર્ગદર્શન આપ્યું છે. 

જાણીતા કથક નૃત્યાંગના આરૂષિ નિશાંક, તારિણી ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. આ ઉપરાંત આરૂશી નિશંક મહિલા સશક્તિકરણ, સામાજિક ક્ષેત્ર અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રમાં સતત સક્રિય છે. આરુષિ નિશંક શક્તિ ગંગા અભિયાનના રાષ્ટ્રીય સંયોજિકા પણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS