દ્વારકામાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન

  • September 15, 2021 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ દ્વારકામાં આશરે દોઢ દાયકા પહેલા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યાત્રાધામમાં ટુરીઝમને વેગ આપવા વિકાસયાત્રાની શરૂઆત કરી જે તેમના અનુગામીઓ દ્વારા પણ અવિતર ચાલુ રાખતા ઓખામંડળ ક્ષેત્રએ ટુરીઝમ ક્ષેત્રે હરણફાળ ભરી છે.

દ્વારકામાં પૂર્વ પ્રમુખના શાસનકાળ દરમ્યાન યાત્રાધામના વિકાસમાં માઈલસ્ટોન સમી પબ્લીક એનાઉન્સીંગ સીસ્ટમ ખૂબ જ સુવિધાજનક હોય લોકોમાં પ્રશંસાને પાત્ર બની હતી. કૃષ્ણની ભૂમિમાં જગતમંદિર આસપાસ તેમજ શહેરના પ્રમુખ ચોક વિસ્તારોમાં આશરે 40 જેટલા સ્થળોએ સવાર-સાંજ નિર્ધિરિત સમયે કૃષ્ણ ભજનો તેમજ ભકિતસંગીતની સાથે સાથે શહેરીજનોજોગ એનાઉન્સમેન્ટની જરૂરીયાત ઊભી થયે આ સુવિધા આશિવર્દિરૂપ ગણાવાઈ હતી.

આ પબ્લીક એનાઉન્સીંગ સીસ્ટમ કાર્યરત થયા બાદ જ શહેરભરમાં દરેક ચોક પર રાત્રિના 9:30 કલાકે દ્વારકાધીશની શયનસ્તુતિ સમયે જે કોઈ દિશામાં હોય ત્યાંથી જગતમંદિર તરફ હાથ જોડો ગ્રામજનોની શયનસ્તુતિની પરંપરા પણ શરૂ થઈ જેને લોકોએ ખૂબ વખાણી હતી. જોકે આશરે એકાદ વર્ષથી વધુ સમયથી શહેરમાં ઠૈક-ઠૈકાણે યાંત્રિક ખામી કે અન્ય કારણોસર ઘોઘરા અવાજની પણ ફરીયાદો ઉઠતાં આ વખણાયેલી સુવિધા પણ દિન-પ્રતિદિન શોભાના ગાંઠિયા સમાન બનતી જતી હોવાની હૈયાવરાળ ઠાલવી વર્તમાન શાસકો સમયસર પગલાં લે તેવી માંગ ઉઠી છે.

સોફટવેર પ્રોબ્લેમ છે, 15 દિ’માં ઠીક થઈ જશે : ચીફ ઓફીસર

લોકપ્રિય બનેલી સુવિધા અંગે નગરપાલીકાના ચીફ ઓફીસર સી.બી. ડુડીયાને પૂછતાં તેઓએ સાઉન્ડ એનાઉન્સમેન્ટ સીસ્ટમમાં લાંબા સમયથી સોફટવેર પ્રોબ્લેમ હોવાનું કબૂલ્યું હતું અને આગળના સમયમાં શહેરમાં વધુ જગ્યાએ આ સુવિધાનો વધારો કરવાનું જણાવી હાલની સોફટવેર સમસ્યા અંગે 15 દિવસમાં જ અપડેટ કરી નિકાલ કરાશે એમ જણાવ્યું હતું. છેલ્લાં એક વષથી વધુ સમયથી પોતાના રહેૈણાંકથી આશરે પચ્ચીસ મીટરે ઉપલબ્ધ ભૂંગળાના કકશ અવાજ સાંભળતા ચીફ ઓફીસર 15 દિવસમાં સમસ્યા દૂર કરવાનું જણાવતાં ઉઠતી લોકમાંગ અંગે કાર્યવાહી થશે કે કેમ તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS