કેશોદ પંથકમાં કાળા ઘઉંની ખેતીની સફળતા સામે પ્રશ્નાર્થ

  • March 06, 2021 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ તાલુકાના એક ખેડૂતે મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી કાળા ઘઉનું વાવેતર કર્યું લોકો ખાવામાં ઉપયોગમાં પસંદ ન હોવાથી આગામી વર્ષોમાં કાળા ઘઉના વાવેતરમાં ઘટાડો થાય તેવી ખેડુતોની ધારણાં .ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયાછે જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યાછે તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયાછે ત્યારે વાત કરીએ કાળા ઘઉની જો કે કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કાળા ઘઉનું થોડુ વાવેતર કરેલછે તે ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડુતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉનું વાવેતર કર્યુંછે પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યુંછે આગામી વર્ષે કાળા ઘઉના વાવેતર સમયે સમયે અનેક ખેડુતોએ પ્રતીમણ બારસોથી બે હજારથી વધુના ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી વાવેતર કરેલછે  

જોઈતા પ્રમાણમાં ઉત્પાદન પણ નબળું રહયુછે પોષણક્ષમ ભાવ કે વેચાણમાં પણ ખેડુતો મુશ્કેલી અનુભવી રહયાછે સાથે સામાન્ય ઘઉ કરતા મોડી પાકતી જાત હોવાથી પિયત પણ વધું આપવા પડેછે જેના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં મોડુ થાયછે જેની સામે પુરતું ઉત્પાદન તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તથા ખાવામાં લોકો પસંદ ના કરતા હોવાનું ખેડુતો અનુમાન સેવી રહયાછે જેના કારણે આગામી વર્ષોમાં કાળા ઘઉનું વાવેતર નહીવત થાય તેવી શક્યતા સેવાઇ રહીછે ત્યારે કાળા ઘઉનું વાવેતર કરવા ઈચ્છતા ખેડુતોએ કાળા ઘઉનું વાવેતર કરેલ ખેડુતોનો અભિપ્રાય લઈને વાવેતર કરવું હિતાવહ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS