પાલક પનીર , દાલ મખની સહિતની આ ૧૦ વસ્તુનો સ્વાદ વિદેશીઓને પણ ચોટયો દાઢે

  • November 04, 2020 04:28 PM 1522 views

મૂળ ભારતના તમિલનાડુની કમલા હેરિસે સ્વાદિષ્ટ ઈડલી સાંભરને તેનું પ્રિય અને પસંદગીનનું ખાણું બતાવ્યું તો સોશ્યલ મીડિયામાં ભારતીય ખોરાકને લઈને ચર્ચાઓં શરુ થઇ ગઈ. પરંતુ, જાણવા જેવી બાબત એ છે કે વિદેશમાં ભારતીય ખોરાકને કેટલું પ્રિય માનવામાં આવે છે. વિશ્વમાં ભારતીય ખાદ્ય પદાર્થોનું સ્થાન શું છે અને ભારતની બહાર કયુ ભારતીય ભોજન ખવાય છે?

 

ભારતમાં રાજ્યો અનુસાર ઘણી પ્રકારની વાનગીઓ લોકપ્રિય છે. વેજ અને નોનવેજની વિવિધ પ્રકારની વેરાયટીઓ પણ છે. જેમકેપૂર્વમાં માછેર ઝોલ તો પશ્ચિમમાં દાળ બાટી અને ઉત્તરમાં છોલે ભટુરે તો, દક્ષિણમાં ઇડલી અને ઢોસા પ્રખ્યાત છે. અમેરિકાની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસેના થોડા સમય પહેલાજ કેરળના સાંસદ શશી થરૂરે ઈડલીની પસંદને લયને સોશ્યલ મીડયા પર ચર્ચા કરી હતી. તો આવો જાણીએ કે વિદેશોમાં ભારતીય ભોજનની કેટલી લોકપ્રિયતા છે.


વિદેશોમાં ખવાતી ભારતીય વાનગી 
ભારતીય ભોજનની જેટલી વેરાયટી છે એટલી કદાચ અન્ય કોઈ દેશના ભોજનની નથી. આનું મોટું કારણ ભારતની સાંસ્કૃતિક, ભૌગોલિક અને એતિહાસિક વિવિધતા છે. એક રિસર્ચમાં સામે આવ્યા મુજબ ૧૦ ભારતીય વાનગીઓ એવી છે , જે વિશ્વભરમાં સૌથી વધુ ઉત્સાહથી ખાવામાં આવે છે.

ચિકન ટીક્કા અને બટર ચિકન
બિરયાની
ચાટ
સમોસા 
કબાબ
દક્ષિણ ભારતીય ભોજન 
નાન
મલાઈ કોફતા 
પાલક પનીર 
દાલ મખની 

ભારતીય ભોજનનો સૌથી વધુ ક્રેઝ ક્યાં છે?
યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, જાપાન, જર્મની, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોમાં વિવિધ પ્રકારના ભારતીય ભોજનની વાનગીઓ જોવા મળે છે. ભારતના પડોશી દેશો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં સાંસ્કૃતિક સમાનતાને કારણે ભોજનની પણ સમાનતા છે. મધ્ય પૂર્વની વાત કરીએ તો ભારતની ઘણી વાનગીઓ અહીં પસંદ કરવામાં આવે છે. સદીઓથી અહીં ખાન-પાનનું આદાનપ્રદાન થવાનું આ મુખ્ય કારણ છે. આજે પણ ભારત અરેબિયા અને પર્સિયાથી ઘણા મસાલા અને બદામની આયાત કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application