જામનગરમાં આજે 7350 લોકોને અપાશે વેકસીન

  • May 24, 2021 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારની સુચના બાદ 18 થી 45 વર્ષના 6 હજાર લોકો 30 કેન્દ્ર ઉપર વેકસીન લઇ શકશે : 45 વર્ષથી ઉપરના 1350 લોકોને 9 કેન્દ્ર ઉપરથી વેકસીન મુકવાનું શ : આખરે જામનગરવાસીઓને થઇ રાહત
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જેમને વેકસીન લેવી છે તો વારો આવતો ન હતો 18 થી 45 વર્ષના લોકો માટે 25 થી 30 સેક્ધડ સાઇટ ખુલતી હતી અને રજીસ્ટ્રેશન થઇ ગયા હોવા છતા પણ તેમને સ્લોટ ફાળવવામાં આવતો ન હતો આખરે મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ જાહેરાત કરીને અઠવાડીયા સુધી વેકસીનેશનની કામગીરી વધારવા સુચના આપતા આજે જામનગરના 30 કેન્દ્ર ઉપરથી 18 થી 45 વર્ષના કુલ 6 હજાર લોકો તેમજ 45 વર્ષથી ઉપરના  1350 લોકો ને 9 કેન્દ્ર ઉપરથી વેકસીન આપવાની કામગીરી શ કરવામાં આવી છે, દરેક કેન્દ્ર ઉપર 200 વ્યકિતઓને વેકસીનેશન આપવામાં આવશે.

જામનગર મહાપાલીકાની આરોગ્ય શાખા દ્વારા સવારે 9 થી 6 દરમ્યાન દિ.પ્લોટ, મેઘજી પેથરાજ બાલમંદિર, વુલનમીલ કુમાર શાળા, શાળા નં. 22, પાણાખાણ આરોગ્ય કેન્દ્ર, હાલારી ભાનુશાળી વાડી, બેડી બંદર આરોગ્ય કેન્દ્ર, મૌલિક સ્કુલ-ગુલાબનગર, જે.સી. મહેતા સ્કુલ, શાળા નં. 27/51, બેડી આરોગ્ય કેન્દ્ર, એમ.પી. શાહ વૃઘ્ધાશ્રમ, વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્ર, મુરલીધર સ્કુલ, પાણાખાણ કેન્દ્ર શાળા નં. 22/1, કામદાર આરોગ્ય કેન્દ્ર, પંચવટી કોલેજ, શાળા નં. 15, 1/2, સજુબા સ્કુલ 1/2, ફીજીયોથેરાપી કોલેજ 1/2, નિલકંઠનગર આરોગ્ય કેન્દ્ર, ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રમાં 18 થી 44 વર્ષના લોકોને વેકસીન આપવામાં આવી રહયું છે.

જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી 18 થી 44 વર્ષના લોકો વેકસીનેશન માટે હેરાન, પરેશાન થતા હતા, એક-એક કલાક સુધી નેટ સામે બેઠા હોય છતા પણ સ્લોટ મળતો ન હતો, કેટલાક ને તો રજીસ્ટ્રેશન થઇ ગયા હોવા છતા પણ સ્લોટ ન મળ્યો હોવાની થોકબંધ ફરીયાદો સામે આવી હતી ખુદ મેયર બીનાબેન કોઠારીએ વધુ વેકસીન ફાળવવા રાજયના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, ચારેકોર હો હા થઇ હતી, એક તરફ જામનગર ગુજરાતમાં વેકસીનેશન આપવામાં પ્રથમ આવ્યુ હતું અને ત્યારબાદ તરત જ વેકસીનેશન ઘટાડી દેવામાં આવ્યુ હતું, વાવાઝોડુ આવવાના સમયે પાંચેક દિવસ સુધી વેકસીનેશન બંધ રહયુ હતું, લોકો કંટાળી ગયા હતા, એક તરફ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વેકસીન લો સુરક્ષીત બનો તેવી જાહેરાતો કરે છે પરંતુ તેનો અમલ થતો નથી, વેકસીન જ ફાળવવામાં ન આવતા જામનગરમાં જેમણે પ્રથમ ડોઝમાં કો-વેકસીન લીધુ હોય તેને બીજો ડોઝ લેવા જાય ત્યારે આ વેકસીન હોતી નથી તેવી ફરીયાદો ઉઠવા પામી હતી.

આખરે મુખ્યમંત્રી વિજય પાણીએ ગઇકાલે જાહેરાત કરીને વેકસીનનો જથ્થો વધારી અપાશે અને અઠવાડીયા સુધી લોકોને કોઇ તકલીફ નહી પડે તેમ જણાવ્યા બાદ આજે જામનગરમાં દરેક કેન્દ્રો ઉપર 150 ને બદલે 200 લોકોને વેકસીન આપવાનું શ થયું છે, આમ લોકોની યાતનાનો હાલ તો અંત આવ્યો છે પરંતુ લોકોને સરળતાથી વેકસીન મળી રહે અને વ્યવસ્થીત સ્લોટ ફાળવવામાં આવે એટલુ જ નહી નેટ ઉપર જઇએ ત્યારે તરત જ રજીસ્ટ્રેશન થઇ જાય આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો લોકોને ખુબ જ ઓછી તકલીફ પડે. ખેર જામનગરમાં આજ સવારથી હવે વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ થઇ ચુકયો છે અને લોકોને પણ વધુ વેકસીન મળી રહેશે તેવી સરકારે હૈયાધારણા આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS