જામનગરમાં કોરોનાથી કણસતા લોકોનો અવાજ.. જલ્દી લગાવો લોકડાઉન

  • April 24, 2021 01:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સ્થિતી એટલી નાજુક બની જવા પામી છે કે કોરોનાનું આ ગંભિર સંક્રમણ અટકાવવું આવશ્યક છે: આજકાલ દ્વારા માંગવામાં આવેલા શહેરીજનોના અભિપ્રાયમાં પ્રકાશમાં આવી વાસ્તવિક્તા

જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન ભયાનક સ્વપ ધારણ કરી રહ્યું છે, શહેર જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 500 થી વધી જવા પામ્યો છે, બીજી બાજુ લોકોના મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે, આવી વિસમ પરિસ્થિતીને કાબુમાં લેવા અને કોરોના સંક્રમણને ચેઇન તોડવા માટે એકમાત્ર લોકડાઉન જરી હોવાના મંતવ્યો શહેરજનો દ્વારા અપાયા છે, સાથોસાથ પોતાના તથા પરિવારજનો સાથે સર્જાયેલી દુ:ખદ ઘટનાઓ અને વર્તમાન સમયમાં સર્જાયેલી પરિસ્થિતીની વાસ્તવિકતા દશર્વિવામાં આવી છે. લોકડાઉન અંગે શહેરીજનો શું કહે છે તે અંગેના મંતવ્યો જાણો નીચે મુજબ.

શશિકાન્ત ભાઈ મશ, માનદમંત્રી જામનગર ટી ટ્રેડર્સ એસોસિએશન મો.8347388448/9426458448
એક સીધો સાદો સવાલ? માર્ચ-એપ્રિલ 2020માં સરકાર એ કોરોના વાઈરસને અટકાવવા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ, તેજ રીતે આ વખતે એપ્રિલ 2021 માં દસ-બાર દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું હોત તો ? તો આપણે શું કરવાના હતા? ઘરમાં ફરજીયાત બેસવાના જ હતાને? તો પછી સ્વૈચ્છિક એક અઠવાડિયું બેસી રહેવામાં શું વાંધો છે? 2020 માં કોરોના મહામારીને કારણે મૃત્યુદર (આંક) ઓછો હતો, પરંતુ મૃત્યુડર (ભય) વધારે હતો, લોકો રીતસર ફફડી ગયા હતા !! આ વખતે 2021માં મૃત્યુદર ( આંક) ફફડી જઈએ તેવો છે, પણ મૃત્યુડર (ભય) જાણે છે જ નહીં તેમ બેફિકરાઈથી અવરજવર કરીએ છીએ, ભીડ એકઠી કરીએ છીએ!! ટોળું ભેગું કરીએ છીએ! અરે, બે પરડીનું માસ્ક પણ મોઢા ઉપર બાંધવાનું કેટલાક લોકોને ગમતું નથી !! બહાના કાઢે છે કે નાક ઉપર બાંધવાથી શ્ર્વાસ બરાબર લેવાતો નથી! અરે ભાઈ, શ્ર્વાસ કાયમ માટે બંધ થઈ જાય તેવું ઇચ્છો છો? રાજ્યોની ચૂંટણીની સભાઓ, રેલીઓની પંચાત કરવાનું મૂકો કોરાણે અને આપણા ખુદની પરિવારની ચિંતા કરીને અગત્યના કામ વગર બહાર નિકળવાનું ટાળો અને ઘરમાં જ રહો તો પણ કોરોનાની ચેઈન તોડવામાં અમુક અંશે સફળતા મળશે. અમુક લોકોની માનસિકતા જ એવી હોય છે કે કોઈ પણ નિયમ સ્વેચ્છાએ પાળવો ગમતો જ નથી, એટલે જ આ સ્થાનેથી મંતવ્ય આપવું પડે છે કે લોકડાઉન સરકાર દ્વારા જ કરવામાં આવેતો જ તેની અસર થશે. હા, એ વાત પણ સાચી છે કે લોકડાઉનને કારણે આઠ-દસ દિવસ માટે વેપારધંધા બંધ થવાથી વેપારીઓને આર્થિક નુકસાન થશે પણ પરિવારની કોઈ વ્યકિત કોરોનાના સંક્રમણને કારણે મૃત્યુ પામશે તો તે નુકશાન આખી જિંદગી યાદ રહેશે, જેમના ઘરમાં મૃત્યુ થયું છે તેમને પૂછો. માટે  જાન હૈ, તો જહાંન હૈ ના સૂત્ર મુજબ ઘેર રહો, સલામત રહો. પિયા તો પછી પણ કમાઈ લેવાશે, જીવતા રહેશું તો અને નસીબમાં હશે તો !!

જયેશ મહેતા મો. 9067830880
ગુજરાત માં કોરોના ની બીજી લહેર અતિ ભયાનક છે મેડિકલ ફેસેલીટીમાં જોઈએ તો એમ્બ્યુલન્સ, બેડ, રેમડિસિવર ઇન્જેક્શન, ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ, ઓક્સિજન, વેન્ટિલેટર વગેરેની અછત છે દિન પ્રતિદિન કોરાનાના કેસ વધતા જાય છે સરકારની યાદી માં હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાની કબુલાત થાય છે સ્મશાન માં અંતિમવિધિ માટે વૈઈટીંગ ચાલે છે અને સરકાર લોકોને ઘરમાં રહેવાની સલાહ આપે છે પરંતુ લોકડાઉન ન હોવાને કારણે લોકો પોતાની આજીવિકા રડવા નીકળે છે. રાત્રી કરફ્યુની શહેર માં કોરોનાના કેસ પર કોઈ અસર નથી રાત્રી કરફ્યુ દરમિયાન રોજ કોરોના કેસ સતત વધી રહ્યા છે અને હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિનું નિમર્ણિ થયું હોય તેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં કોરાના ના સંક્રમણ ની સાંકળ તોડવા લોકડાઉન એ એક માત્ર ઉપાય હોય તેવું સ્પષ્ટ લાગે છે, તેથી લોકડાઉન ફક્ત જરુરી જ નહીં પણ અત્યંત જરૂરી છે.

કિશોર પાબારી મો. 9879797630
લોકડાઉન જરૂરી છે માં મારો અભિપ્રાય, માત્ર જામનગર જ નહીં પણ સમ્પૂણ ભારત માં અનિશ્ચીત કાલ સુધી નું લોક ડાઉન હાલ માં જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. બેડ, ઓક્સિજન, ટેસ્ટ, દવા, વેન્ટીલેટર જેવી જરૂરિયાત વર્ષ થવા છતા ના ઊભી કરી શકનાર નિષ્ફળ સરકાર માટે ટપોટપ મરી રહેલી માનવ જાતીને બચાવવા નો એકમાત્ર ઉપાય લોકડાઉન છે . જ્યારે જરૂર ના હતી તેવા સમયે 23 દિવસ દેશને અચાનક બંધ કરી લાખો પ્રવાસી શ્રમિકો સહિતની મજબૂર પ્રજાને રજડાવી નાખનાર અવિચારી , તરંગી , પ્રસિદ્ધી ભૂખ્યા શાશકો અત્યારે લોકડાઉનની કોરોનાની ચેન તોડવાની તાતી જરૂરિયાત સમયે આ નિર્ણય ના લઈ ને લાખો માનવો ને જાણી જોઈને મોતના ખપ્પરમાં હોમાવી રહી છે, આ નિર્દય લોકો પોતે વ્યવસ્થા ઊભી કરવાની નિષ્ફળતાને છુપાવવા મોટી સંખ્યામાં કોરોના ફેલાવી ખતરનાક પ્રયોગ કરી રહી હોઈ તેવું સ્પસ્ટ દેખાઈ છે ત્યારે રામના નામે રાજ કરનાર શાસકોના દિલમાં રામ વસે અને અનિશ્ચિત કાળ સુધીનું કડક લોકડાઉન તુરત સમગ્ર દેશમાં લાગુ કરી ભારતવાસીઓને બચાવી ખરા અર્થમાં રાષ્ટ્રપ્રેમી બને તેવી પ્રભુને પ્રાથના.

યોગેશ બચુભાઇ હિરપરા મો. 9825213885
હાલ ખરેખર લોકડાઉન ખૂબ જરી છે, જો કોરોનાની ચેઇન તૂટશે નહિં તો અકલ્પનિય સ્થિતી સર્જાશે અને જો સરકાર લોકડાઉન લગાડી ન શકતી હોય તો રાત્રીના કર્ફયુની સાથોસાથ દિવસે પણ લારી, ગલ્લા, ખાણી-પીણી સહિતના સ્થળો સંપૂર્ણપણે બંધ કરાવવા જોઇએ, દેશની આવી ખરાબ પરિસ્થિતી સર્જાઇ છે ત્યારે સરકાર દેશનું સુકાન લશ્કરને સોંપી આપવું જોઇએ.

વસંતભાઇ કાનાણી એકસ આર્મીમેન મો. 7226855005
દેશભરમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ખતરનાક પુરવાર થઇ રહયું છે, ત્યારે જામનગર સેન્ટર તો ખૂબ જ નાનુ કહેવાય અને તેમાંય કોરોનાની જે મહામારી સર્જાઇ છે તે જોતા શહેરમાં લોકડાઉન ખૂબજ જરી છે, જો 15 દિવસનું લોકડાઉન કરવામાં આવે તો જામનગરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય તેમાં બેમત નથી.

તુલશીભાઇ નકુમ વોર્ડ નં.11 પૂર્વ પ્રમુખ મો. 98245 82276
હાલની કોરોનાની પરિસ્થિતી કાબુ બહાર જઇ રહી છે, હોસ્પીટલ અને ડોકટર પાસે દર્દીઓની લાઇન લાગે છે, કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે, પરિસ્થિતી વણસતી જાય છે આને કાબુમાં રાખવા લોકડાઉન ખાસ જરી છે, લોકડાઉન કોરોના ચેઇન તોડવા ખાસ જરી અને સફળ પ્રયોગ છે.

ભાવેશ શુકલ મો. 9428127166
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જે મહામારી ફેલાઇ છે તેમજ સરકારી અને ખાનગી હોસ્પીટલો ફુલ થઇ જવા પામી છે, લોકોને હાલમાં ઓકસીજન સહિતની સર્જાયેલી તંગીના પગલે દર્દીઓની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે, તેવા સંજોગોમાં લોકડાઉન ખૂબજ જર છે.

અનિલ આહુજા મો. 9009856951
વર્તમાન સમયમાં કોરોના એટલી હદે વકયોર્ર્ છે કે હોસ્પીટલોમાં દર્દીઓ માટે જગ્યા નથી, બીજી બાજુ કોવીડ હોસ્પીટલમાં ઓકસીજન સહિતની ચીજવસ્તુઓની ઘટ સર્જાઇ જવા પામી છે, બીજી બાજુ કોરોનાથી મોતનો આંક દિવસે દિવસે વધી રહયો છે, જેથી કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે 10 થી 15 દિવસનું લોકડાઉન કરવામાં આવે તે જરી છે.

ઇલા ડી. ભુંડીયા મો. 98983 38032
કોરોના સંક્રમણ એટલું બધુ વધી ગયું છે કે, વર્તમાન સમયમાં નાઇટ કર્ફયુ નહીં પણ કડક લોકડાઉન એક મહીનાનું જરી છે, દિવસે કોરોના સંક્રમીત લોકો પણ છુટથી ફરે છે અને બીજાને સંક્રમીત બનાવે છે, લોકો સમજતા નથી, કોરોના મહામારી વધતી જાય છે, સંક્રમણ રોકવા માટે કડકમાં કડક લોકડાઉન જરી છે.

રોનકભાઇ સચદેવ મો. 9427943331
જામનગરમાં કોરોનાની સર્જાયેલી ગંભીર સ્થિતીના પગલે રાત્રી કર્ફયુના બદલે દિવસ-રાત્ર સંપૂર્ણ પણે લોકડાઉન લાદી કોરોના સંક્રમણની ચેઇન તોડવા લોકડાઉન અત્યંત જરી છે, સરકારી તંત્ર અને આરોગ્ય તંત્ર 24 કલાક તેમની કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કોરોનાને નાથવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય છે.

ગુમાનસિંહ મો. 89801 76378
લોકડાઉન કરવાથી નાના માણસો મરી જાય, આવા લોકોને રોજે રોજનું કમાવવાનું મુશ્કેલ બની જાય, હાલના સમયમાં કાળા બજારીયાઓ બેફામ રીતે તેમની મનમાની કરી રહ્યા છે અને સર્જાયેલી પરિસ્થિતીનો લાભ ઉઠાવી રહ્યા છે, આવી વિસમ પરિસ્થિતીમાં સરકાર દ્વારા લોકડાઉન સીવાયના પગલા ભરવા આવશ્યક છે.

પંકજ મામતોરા મો. 94242 14263
હાલની સર્જાયેલી વિકટ પરિસ્થિતીમાં કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન અત્યંત જરી છે, કેમકે હાલના સમયમાં સરકારી હોસ્પીટલો, ખાનગી હોસ્પીટલો દર્દીઓથી ભરાઇ જવા પામી છે, તબીબો અને આરોગ્ય કર્મીઓ અવિરત તેમની ફરજ બજાવી રહ્યા છે, બીજી બાજુ અનેક ચીજવસ્તુઓની અછત સર્જાઇ જવા પામી છે, જેના પરિણામે દર્દીઓના મૃત્યુની સંખ્યા વધી છે, આવી કારમી સ્થિતીમાં લોકડાઉન ખૂબ જરી છે.

યુસુફભાઇ સાઇફફુદીન(વાણીયા) મો. 93779 21597
શહેરમાં સર્જાયેલી કોરોનાની મહામારી વચ્ચે મૃત્યુઆંક પણ દિવસે દિવસે વધી રહયો છે, કોવીડ હોસ્પીટલની સાથોસાથ ખાનગી હોસ્પીટલો દર્દીઓથી છલકાઇ ઉઠી છે, બીજી બાજુ દર્દીઓ માટે ઓકસીજન સહિતની જરી ચીજવસ્તુઓની અછત સર્જાઇ જવા પામી છે, જે દર્દીઓ માટે અત્યંત ગંભીર પરિસ્થિતી સર્જી રહી છે અને કોરોનાનું આ ભયંકર સંક્રમણ ઓછુ કરવા માટે એકમાત્ર ઉપાય લોકડાઉનનો છે.

સંજય મા મો. 92657 05692
જામનગરમાં કોરોનાએ ભયંકર સ્વપ ધારણ કર્યુ છે, કોવીડ હોસ્પીટલમાં દર્દીઓના ટપોટપ મોત થઇ રહયા છે, આવી ગંભીર પરિસ્થિતીમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે જેટલુ બને તેટલું જલ્દી લોકડાઉન જાહેર કરો, તે ખૂબજ જરી છે

આસીત વ્હોરા મો. 95581 86435
જામનગરની સર્જાયેલી ગંભીર પરિસ્થિતી અને વાસ્તવિકતા સ્વીકારીને સરકાર દ્વારા તાકીદની અસરથી લોકડાઉન જેવા પગલા લેવામાં આવે તો જ કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય, એટલા માટે આ એક માત્ર ઉપાયનો સરકારે જલ્દી ઉપયોગમાં લેવા જરી છે.

જય ભાનુશાળી મો. 76003 80482
લોકડાઉન જરી છે પણ એની પહેલા જે લોકો રોજનું કામ કરી અને રોજનું કમાઇ છે એનો વિચાર પણ કરવો જોઇએ, જેથી કરીને કોઇ ગરીબ માણસ ભૂખે રહે નહિં, રાજકીય સત્તાના જેટલા લોકો છે, એમણે પબ્લીકને કોઇપણ સંજોગોમાં સરખી રીતે અને સાચી રીતે હેલ્પ કરવી જોઇએ, જેથી કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન બહુ જ સા છે.

કેવલ મો. 93133 33542
શહેરમાં સર્જાયેલી કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન થવું જરી છે, વર્તમાન દિવસોમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યાની સાથોસાથ મૃત્યુનો દર પણ વધવા પામ્યો છે, જેથી આગામી દિવસોમાં લોકડાઉન જેવા કડક પગલા લેવા જરી છે.

મેહુલ પાટીદાર મો. 98980 10210
વર્તમાન સમયમાં જામનગરની કોવીડ હોસ્પીટલમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યાની સાથોસાથ દર્દીઓના થઇ રહેલા મૃત્યુનો આંક પણ દિવસે દિવસે વધી રહયો છે, શહેરભરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખૂબજ વધી જવા પામ્યું છે  અને આ સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન જરી છે, જેથી જલ્દી જેટલુ બને તેટલું તુરંત જ લોકડાઉન જાહેર કરો.

માયાબેન એચ. મહેતા મો. 98747 96578
દિવસે દિવસે પરિસ્થિતી વધારે બગડતી જાય છે, ત્યારે સરકાર હજી શું વિચારમાં છે, એકબાજુ વડાપ્રધાન એમ કહે છે કે અંતિમ વિકલ્પમાં જ લોકડાઉન છે તે બરોબર પણ અર્થતંત્ર ઉપર લોકડાઉનની અસર પણ ગયા વર્ષનો દાખલો સામે જ છે, લોકડાઉનની અસરમાંથી આપણે બહાર નિકળી જઇએ છીએ તે અગાઉ પુરવાર થઇ ચૂક્યું છે, હાલના સમયમાં અમુક ગામો અને રાજય સ્વૈચ્છિક બંધ પાડી રહયું છે જયારે અમુક ગામોની હાલત ઇશ્ર્વર ભરોસે મુકાઇ જવા પામી છે, જામનગરમાં પણ કથડેલી સ્થિતીના પગલે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એકમાત્ર ઉપાય લોકડાઉન રહ્યો છે, જેથી સંક્રમણની આ ચેઇન તોડવા માટે કડક પગલું જલ્દીથી ઉઠાવો.

ભીખુભાઇ બાવરીયા મો. 99253 55888
લોકડાઉન કોઇ વિકલ્પ નથી, ભૂતકાળમાં લોકડાઉનમાં અનેક સમસ્યા સર્જાઇ હતી જ જેનાથી આપણે સૌ વાકેફ છીએ, મારા પરીવારે આવા સમયે કયાંય પણ બહાર નથી નિકળવું અને ઘરને અંદરથી તાડુ મારી રક્ષણ મેળવી રહ્યા છી, બીજી બાજુ આવી વિસમ પરિસ્થિતીમાં કાળાબજાર, હેરાનગતી, શ્રમીકોની અપાર મુશ્કેલી જોયા પછી લોકડાઉન કરવા કરતા ખૂદ બખૂદ લોકોએ સમજી ઘરની બહાર નિકળવું જોઇએ નહિં તેમજ લોકડાઉનથી કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાશે કે કેમ તે પ્રશ્ર્ન હજુ પણ ઉદભવવા પામે છે.

રોહિત બોખાણી મો. 93270 99013
હાલની અવદશા જોતા માનવતા નેવે મુકાઇ ગઇ હોય તેવું દેખાઇ રહ્યું છે, તંત્ર દ્વારા જામનગરમાં ખરેખર 15 થી 20 દિવસનું લોકડાઉન હોવાનું જરી છે, માણસો પણ બહાર નિકળવા માગતા નથી પણ નાના માણસોને લોન લીધેલી હોય અને હપ્તા તો ભરવાના જ છે, આ માટે થઇને માણસો બહાર નિકળે છે, લોનમાં રાહત આપી 20 દિવસનું કડક લોકડાઉન જરી છે, સરકારે પણ આ કદમ જલ્દીથી ઉઠાવવું જોઇએ.

દિનેશભાઇ કણસાગરા મો. 98799 12590
હાલના સંજોગોમાં જામનગરની સર્જાયેલી સ્થિતીને અત્યંત ગંભીર ગણાવી શકાય કેમ કે દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ દિવસે દિવસે વધી રહ્યો છે અને આ કોરોનાની ગંભીર મહામારીને સંક્રમણને તોડવા માટે લોકડાઉન જરી છે.

રાજેશ રાયચુરા મો. 90992 91096
જામનગરમાં કોરોના સંક્રમણની સ્થિતી અત્યંત નાજુક સર્જાઇ જવા પામી છે, આવી ગંભીર પરિસ્થિતીમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન ખૂબજ જરી છે, જેથી વહીવટી તંત્ર અને સરકાર દ્વારા તાકીદની અસરથી લોકડાઉન જાહેર કરવામાં આવે તે આવશ્યક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS