દુનિયાને ચૂકવવી પડશે કોરોના વેક્સિનની કિંમત રૂ.82,00,00,00,00,000

  • December 05, 2020 08:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે આગામી કેટલાક સપ્તાહમાં જ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે,. હાલમાં વેક્સિનની કોઈ કિંમત નક્કી કરવામાં આવી નથી. કોરોનાની વેક્સિનની  કિંમત બાબતે રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે.  દેશમાં ભલે કોરોનાની વેકિસનના ભાવ નક્કી નથી થયા, પરંતુ  વૈશ્વિક સ્તરે વેક્સિન ઉત્પાદક કંપનીઓએ માર્કેટમાં તેની કિંમત નક્કી કરી દીધી છે અને વેક્સિનનું માર્કેટ મોટું થવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.   

 

મોડર્નાની વેક્સિન દુનિયાની સૌથી મોંઘી વેક્સિન હશે, જ્યારે સૌથી સસ્તી ભારત બાયોટેકની કો-વેક્સિન હશે.  દુનિયાભરમાં લગભગ 6.4 અબજ ડોઝ હાલ સુધીમાં બુક થઈ ચુક્યા છે. એક અંદાજ અનુસાર તેની સાથે સરેરાશ  કિંમત 8271 અબજ રૂપિયા હશે. જ્યારે દુનીયાની વસ્તી 7.4 અબજ છે એ અનુસાર ગણતરી કરતા આ આ રકમ ખૂબ મોટી થઈ શકે છે. 

 

ફોર્ચ્યુન બિઝનેસનો દાવો છે કે કોરોનાનાં કારણે વેક્સિન માર્કેટ ૯૩ અબજ ડોલરથી વધીને ૧૦૪ અબજ અમેરિકી ડોલર થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ  ખર્ચ દેશના આરોગ્ય બજેટથી વધુ થાય છે.

 

કોરોના વેક્સિનનું વૈશ્વિક ગણિત

 

હાલ સુધીમાં મુખ્ય પાંચ વેક્સિન ફાઈજર, મોડર્ના, સ્પુટનીક વી, કોવીશિલ્ડ, કોવેક્સ્નીનાના વિશ્વભરમાં ૬.૪ અબજ ડોઝ થઇ ચુક્યો છે. આ પાંચ કંપનીઓની વેક્સિનની સરેરાશ કીમત રૂ.1292.40 આંકવામાં આવી છે. જો આ ડોઝનો સરેરાશ ચુકવણું કરવામાં આવે તો કોવીડ વેક્સિન પર ર8271 અબજ રૂપિયાનો ખર્ચ થશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS