જૂનાગઢમાં ૪થા માળે ફલેટના તાળાં તોડીને ૩ લાખની માલમત્તાની ચોરી

  • February 22, 2021 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ભર બપોરે એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ હોય તેમ રોકડ, સોના, ચાંદીના દાગીના સહિત ૨.૭૧ લાખની મતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસહાથ ધરી છે.

 


આ અંગે એ ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કડિયાવાડ આર્ય શેરી ગોવર્ધન એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર સાતમ રાજ જગદીશ પીઠડિયાના બંધ મકાનનું અજાણ્યા શખસે ભર બપોરના એકથી ત્રણ દરમિયાન તાળું તોડી કબાટની તિજોરીનું તાળુ તોડી ૨.૨૬ લાખની રોકડ તથા ત્રણ સોનાના ચેન, ત્રણ સોનાની વીટી અને સોનાની બુટ્ટી મળી કુલ ૨.૭૧ લાખની મતા ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS