વડાપ્રધાને આપ્યા ત્રણ વિકલ્પ ભૂખમરો, બેરોજગારી અને આત્મહત્યા : રાહુલ ગાંધી

  • February 12, 2021 05:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા જાણે એકબીજા ઉપર આક્ષેપો કરવાનો અને એકબીજા ઉપર ગંદકી ઉછાળવાનો જ અખાડો બની ગયો હોય એમ લાગી રહ્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસીઓને ટાર્ગેટ કર્યા હતા ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કૃષિ કાયદાને લઈને સરકારની બરાબરની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, બુધવારે આ સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ખેડૂત આંદોલનની વાત કરે છે

 

પરંતુ આ કાયદાના વિષયવસ્તુ અને ઇરાદાઓની વાત કરી નથી. રાહુલે કહ્યું હતું કે હું વિચારું છું કે હું વડાપ્રધાનને આજે ખુશ કરી દઉં અને આંદોલનના વિષયવસ્તુ તેમજ ઇરાદા ઉપર વાત કરું. રાહુલ ગાંધીએ વધુ આક્રમકતા સાથે કહ્યું હતું કે વડાપ્રધાને કાલે ત્રણ ઓપ્શનની વાત કરી હતી, ત્યારે હું તમને જણાવું છું કે, ત્રણ ઓપ્શન એટલે ભૂખમરો, બેરોજગારી અને આત્મહત્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વધુ વાર કરતા રાહુલ આગળ કહ્યું હતું કે, આ કાયદો અમે બે અમારા બે માટે લાવવામાં આવ્યો છે. તેનો ઈશારો કહેવાતા ઉદ્યોગપતિઓ તરફનો છે. પહેલા સરકારે નોટ બંધી કરીને ખેડૂતો અને મજુરોના પૈસા છીનવી લીધા અને હવે નવા નવા કાયદાથી તેને જીવવાનું પણ મુશ્કેલ કરવામાં આવી રહ્યું છે. જીએસટી દ્વારા પણ લોકો ઉપર બોજો વધ્યો જોકે કોરોનાના સમયમાં આઠ દસ લોકોના દેવા માફ કરવામાં આવ્યા. સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ ગઈ. આવું જ ચાલશે તો આજે નહીં કાલે પણ આ દેશમાં રોજગારી ઉત્પન્ન કરી શકાશે નહીં. કારણ કે સરકારે ખેડૂત મજૂર અને નાના વેપારીઓની કરોડરજ્જુ જ ભાંગી નાખી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS