જસદણ પાસેથી ૧૯૬ બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણ શખસોની ધરપકડ

  • March 05, 2021 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ વિછીયા રોડ ઉપર થી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ એ.આર.ગોહિલ અને તેમની ટીમે કારની અંદર સીએનજી કીટ અને ચોરખાનું બનાવીને દારૂ છુપાવીને જતા ત્રણ શખ્સોને ઝડપી લઈ ૧૯૬ બોટલ દારૂ ભરેલી કાર કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.


જસદણ વિછીયા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક સીલ્વર કલરની સ્કોડા ઓક્ટીવીઆ કાર જસદણ તરફ જવાની છે તેવી બાતમી ના આધારે એલ.સી.બી.ના પીઆઇ એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે જસદણ-વીંછીયા રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન જીજે૦૫સી.એ ૬૫૦૨ નંબરની સ્કોડા કાર ત્યાંથી પસાર મળતા કારની વોચમાં રેહતા સદર કાર વિંછીયા તેને રોકાવી રોડની સાઈડમાં ઉભી રખાવી કારના ચાલક સહીત ત્રણ શખ્સો કારમાં હોય તેમજ ગાડીની ઝીણવટભરી તપાસ કરતા પાછળની કારની ડેકીમાં સી.એન.જી.ક્યુલ ટેન્ક હોય જે સી.એન.જી. કનેકશન વીનાની ખાલી હોય જેની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ની બોટલો મળી આવેલ તેમજ તેની નિચેના ભાગે ડેકીમાં પેરની જગ્યા થી બમ્પર ની અંદરના નિચેના ભાગે પતરાનું ખાનું બનાવેલ હોય જેમાંથી પણ વિદેશી દારૂ ની બોટલો મળી આવી હતી 


પોલીસે અલગ અલગ બ્રાન્ડની રૂ ૧,૯૯,૯૮૦ની કિંમતની ૧૯૬ બોટલ વિદેશી દારૂ સાથે બાલકીશન સુબેસીંગ ખોલા (ઉવ.૩૦ ધંધો ડ્રાઈવર રહે.ગામ-કરાવરા માનકપુર,ગર્નમેન્ટ સ્કુલ પાસે તા.પાલાવાસ જી.રેવાડી રાજય હરિયાણા),કિશન નવરતન શર્મા (ઉવ.૨૫ રહે.ટુંબાફેરી તા.જી.ઝજ્જર રાજય હરીયાણા),ગૌરવભાઇ ઉર્ફે ગોવો રમેશભાઇ કુકડીયા (ઉવ. ૨૪ , રહે.રણુજા મંદીર આગળ હાઉસીંગ બોર્ડ ના ક્વાટર સામે મફતીયુ પરૂ રાધેશ્યામ ધાર સામે કોઠારીયા રાજકોટ)ની ધરપકડ કરી રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે કુલ ૪૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


રાજકોટ રેન્જ ડીઆઈજી સંદિપસિંહ તથા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પીઆઇ એ.આર.ગોહીલ તથા પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા વિગેરે કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS