આજે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, ડિઝિટલ અર્થતંત્રમાં સામાજિક ન્યાય થીમ સાથે ઉજવાયો

  • July 17, 2021 09:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે સંપૂર્ણ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. 17 જુલાઈએ "આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય" (International Criminal Court)ને માન્યતા આપતી "રોમ સંધીની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે 'જાતિસંહાર (genocide), નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે.


આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ પણ મહત્વનો હોઈ શકે છે કારણ કે તે ન્યાયની સહાયતા માટે સભાન અને સંયુક્ત વ્યક્તિઓને સભાનતા વધારવામાં મદદ કરે છે. તે પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપે છે અને ઉપરાંત ગંભીર મુદ્દાઓની દિશામાં વ્યક્તિઓની નજર આકર્ષિત કરે છે.  આ વર્ષે  "ડિજિટલ અર્થતંત્રમાં સામાજિક ન્યાય" થીમ સાથે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS