વેક્સિનેશન રેકોર્ડ, દેશમાં આજે 82 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી, PMએ અભિનંદન પાઠવ્યા, 'વેલ ડન ઈન્ડિયા'

  • June 21, 2021 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી ગાઈડલાઈન પ્રમાણે વેક્સિનેશન શરૂ થયાના પ્રથમ દિવસે કોરોના વેક્સિન રેકોર્ડ બ્રેક આપવામાં આવી...પહેલા દિવસે સોમવારે 82 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ એક દિવસમાં વેક્સિનેશનનો નવો રેકોર્ડ થયો...આ અગાઉ 5 એપ્રિલના રોજ 43 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી... cowin.gov.in પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે 82.70 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી...

PMએ અભિનંદન પાઠવ્યા, 'વેલ ડન ઈન્ડિયા'
રેકોર્ડબ્રેક વેક્સિનેશનના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી...ટ્વીટર પર ટ્વીટ કરી કહ્યુ કે, આજે રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું તે વાતની ખુશી છે...જેમણે વેક્સિન લીધી છે તે સૌને અભિનંદન...સાથે સાથે તેમણે ટ્વીટર પર લખ્યુ કે, તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સને અભિનંદન, જેમણે સુનિશ્ચિત કર્યું છે કે આટલી મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપી શકાઈ છે. વેલ ડન ઈન્ડિયા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021