હવે તો સમજો : રાજ્યમાં આજે કોરોનાના નવા ૭૪૧૦ કેસ નોંધાયા

  • April 15, 2021 05:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં વધી રહેલા કોરોનાના આંકડાઓ ફરીથી ચિંતા વધારી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૭૪૧૦  કેસ નવા નોંધાયા છે.  જ્યારે ૨૬૪૨ દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે. અને ૭૩  દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે.

 

 

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૩૩૭૧  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ૪૯૯૫ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે ૩૯૨૫૦ એક્ટિવ કેસ છે. રિકવરી રેટ ૮૭.૬૯  ટકા થયો છે. અમદાવાદ શહેરમાં ૨૪૯૧ નવા કેસ, સુરત શહેરમાં ૧૪૨૪ કેસ, , વડોદરા શહેરમાં ૩૧૭ કેસ,  રાજકોટ શહેરમાં ૫૫૧ કેસ નોંધાયા છે.

 

 

એક તરફ કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન શરૂ છે ત્યારે પણ આ રીતે વધી રહેલા કોરોનાના કેસ માટે તંત્રને જવાબદાર ગણવા કે લોકોની બેદરકારીને એ જ સવાલ બની રહ્યો છે.  કોરોનાની શરૂઆતથી જ અમદાવાદ અને સુરતમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS