મોરબી મચ્છુ હોનારતના આવતીકાલે 42 વર્ષ થશે પૂર્ણ

  • August 10, 2021 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીનો મચ્છુ ડેમ તૂટવાની ગોઝારી ઘટનાને 11 ઓગસ્ટના રોજ 42 વર્ષ પૂર્ણ થશે. આટલા વર્ષો વીતી ગયા બાદ પણ મોરબી વાસીઓ આ દુ:ખદ ઘટનાને ભૂલ્યા નથી. મચ્છુ 2 ડેમના અધિકારીના જણાવ્યા પ્રમાણે એ સમયે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 18 હયાત દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ઘણું વધારે પાણી માટીના પાળા પર ચડી ગયું હતું, જેથી માટીના પાળા ધોવાઈ જતા હોનારત સર્જાઈ હતી. બાદમાં સરકારે હયાત 18 દરવાજા ઉપરાંત તેનાથી વધુ ક્ષમતાના 20 મોટા દરવાજા બનાવ્યા છે. જેની 6 લાખ કયુસેક પાણી નિકાલની કેપેસીટી છે આથી હવે 9 લાખ કયુસેક પાણીની આવક હોય તો પણ ડેમ તૂટે નહિ તેવી તકેદારી લેવામાં આવી છે. 

 

તે હોનારતને નજરે જોનારા તથા પોતાના સ્વજનો, ઢોર-ઢાંખર અને ધન સંપત્તિ ગુમાવી ચૂકેલા લોકો આજે પણ આ ઘટનાને યાદ કરતા કંપી જાય છે અને સજળ નેત્રે પોતાના સ્વજનોને યાદ કરે છે. જળ હોનારતની યાદમાં દર વર્ષે 11 ઓગસ્ટના રોજ મૌન રેલી યોજાય છે અને 21 સાયરનની સલામી આપવામાં આવે છે. જો કે કોરોના મહામારીને પગલે મૌન રેલી આ વર્ષે નહિ યોજાય પરંતુ પરંપરાગત રીતે સાયરનની સલામી આપી મણી-મંદિર પાસે બનાવેલ સ્મૃતિ સ્તંભ ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application