કોરોનાકાળમાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું, "આવશે તો મોદી જ" અને થઈ બબાલ

  • April 28, 2021 01:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં આ સમયે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. કોરોના સામે લડવા સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે અને લોકો એક બીજાની મદદ માટે આગળ આવી રહ્યા  છે. અનેક બોલીવુડ સલેબ્સ પણ લોકોની મદદ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. જોકે આ સમયે પણ કેટલાક મોદી ભક્ત એકટર તો સોશિયલ  મીડિયા ઉપર મોદી મોદી જ કરી રહ્યા છે અને ટ્રોલિંગનો શિકાર થઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં લોકોના ગુસ્સાનો શિકાર અનુપમ ખેર પણ બન્યા છે. 

 

 


અનુપમ ખેરે એક ટ્વીટ કર્યું હતું. જેના કારણે તેને લોકોના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું છે. વાસ્તવમાં મામલો એમ હતો કે, પત્રકાર શેખર ગુપ્તાએ ટ્વીટ કરીને કોરોનાના મામલામાં સરકારની તૈયારી ઉપર સવાલ કર્યા હતા. શેખર ગુપ્તાએ લખ્યું હતું કે 60 વર્ષના થવા સુધીમાં મેં અનેક મુશ્કેલ સમય જોયો છે.જેમાં કુદરતી આપત્તિનો સામનો પણ કર્યો છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ જેટલું એકેય સરકારનું નબળું પરફોર્મન્સ રહ્યું નથી. ફોન કરવા કન્ટ્રોલ રૂમ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી. આ સરકારની ખરાબ રીતે હાર છે. 

 

 

 

આ ટ્વીટ ઉપર બીજેપી નેતા અનુપમ ખેરે જવાબ આપ્યો હતો કે આદરણીય શેખર ગુપ્તાજી, આ થોડું વધુ જ થઈ ગયું. તમારા સ્ટાન્ડર્ડથી પણ વધુ.  કોરોના એક આફત છે. આખી દુનિયા માટે. આપણે આવી મહામારીનો સામનો પહેલા કર્યો નથી. તેની સામે જજમવું સૌથી મોટી જવાબદારી છે. તમે ચિંતા ન કરો. આમ પણ આવશે તો મોદી જ. જય હો. 

 

 


જેવું અનુપમ ખેરનું આ ટ્વીટ વાયરલ થયું કે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને અનુપમ ખેરને લોકોએ ના સંભળાવવાનું સંભળાવી દીધું. કેટલાકે તો અનુપમ ખેરને કોરોના પીડિતોની મજાક કરવાનું પણ પૂછી લીધું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application