પ્રયાગરાજમાં મુખ્તાર અંસારી ગેંગના બે શાર્પ શૂટરો એન્કાઉન્ટરમાં ઠાર

  • March 04, 2021 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશ ના પ્રયાગરાજ માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ગુંડાઓ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. અરૈલ વિસ્તારના કછારમાં થયેલી આ અથડામણમાં ને બદમાશો વકિલ પાંડે ઉર્ફે રાજૂ પાંડેય અને અમજદ ઉર્ફે પિંટૂ ઠાર મરાયા હતાં. આ બંને મુન્ના બજરંગી, મુખ્તાર અંસારીની ગેંગના શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેઓ બંને દિલીપ મિશ્રા માટે કામ કરતા હતાં.


પોલીસના જણાવ્યા પ્રમાણે વકીલ પાંડે પર ૫૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. બંને મુન્ના બજરંગી, મુખ્ત્તાર અંસારી ગેંગના શૂટર હતાં. બંનેએ રાંચીના હોટવાર જેલના જેલ અધિકારીની હત્યાની સોપારી લીધી હતી. પ્રયાગરાજમાં પણ એક પ્રભાવશાળી વ્યક્તિનું હત્યાનું ષડયંત્ર લીધું હતું.


એસટીએફનું કહેવું છે કે, વકીલ પાંડે અને તેના સાથી અહજદ બંને ભદોહીના રહેવાસી હતાં. એન્કાઉન્ટર બાદ પોલીસે ઘટનાસ્થળેથી ૩૦ અને ૯ એમએમની પિસ્તોલ અને જીવતા કારતૂસ અને ઉપયોગમાં લેવાયેલા કારતૂસના ખોખા મળી આવ્યા હતાં. ઘટનાસ્થળેથી એક મોટરસાઈકલ પણ મળી આવી છે. ગત વર્ષે જ ભદોહીના ધારાસભ્ય વિજય મિશ્રાએ વકીલ પાંડેથી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.


બંનેએ તેમના સાથીદારો સાથે મળીને ૨૦૧૩માં મુન્ના બજરંગી અને મુખ્તાર અંસારીના ઈશારે વારાણસીના તત્કાલીન ડેપ્યુટી જેલર અનિલ કુમાર ત્યાગીની ધોળા દિવસે હત્યા કરી નાખી હતી. ગયા વર્ષે જ માફિયા દિલીપ મિશ્રાના કોલેજમાંથી અટકાયતમાં લેવામાં આવેલા ખાન મુબારક ગેંગમાં શાર્પ શૂટર નીરજ સિંહે કેટલાક સપા નેતાઓની હત્યાના ષડયંત્રનો ખુલાસો થયો હતો, જેમાં પણ આ બંને શામેલ થયા હતાં.


પોલીસનો દાવો છે કે, બંને બદમાશો પ્રયાગરાજમાં કોઈ જાણીતી હસ્તી કે રાજકિય વ્યક્તિની હત્યા કરવાના ફિરાકમાં હતાં. વકીલ પાંડે પર લગભગ ૨૦ અને અહજદ પર લગભગ ૨૪ કેસ નોંધાયેલા છે. હવે પોલીસે આ બંનેના સાથીદારોની શોધ ઝડપી બનાવી દીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS