કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું : કોરોનાથી થતા મૃત્યુદરમાં નોંધાયો ઘટાડો – સુવિધામાં વધારો

  • April 21, 2021 03:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે આજે મંગળવારે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધનને કહ્યું હતું કે કોરોનાના કારણે થતાં મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. સાથે સાથે જ કોરોના સામે લડવા માટે સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોનાના સતત વધતા સંક્રમણ વચ્ચે સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે. કોરોનાના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે અને તાત્કાલિક અસ્થાઈ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મહામારીને લઈને ભયનો માહોલ બની રહ્યો છે ત્યારે લોકોને સાચી સલાહ મળવી જોઈએ. આ સમયે લોકોને સાચી સલાહ મળવી અત્યંત જરૂરી છે.

 

 

ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે આજે દેશભરમાં આપણી પાસે કોરોના સમર્પિત 2084 હોસ્પિટલ છે. જ્યારે 12000થી વધુ ક્વોરોટાઈન કેન્દ્ર છે. સાથે સાથે જ અત્યાર સુધીમાં 12.71 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, પીએમ મોદી પોતે કોરોના યોદ્ધાની જેમ કામ કરી રહ્યા છે. કોરોના સામે જંગ જીતવા માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને વધુમાં વધુ બેઠક યોજાઇ રહી છે.  કોરોનાના વધતા આંકડાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રીનું કહેવું હતું કે પ્રતિકૂળ સ્થિતિ હોવા છતાં મૃત્યુદરમાં 1.18 ટકા છે. જ્યારે એક માત્ર 1.75ટકા લોકો જ આઈસીયુમાં છે. જ્યારે 0.40 ટકા વેન્ટીલેટર સપોર્ટ ઉપર છે. આમ 4.03 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર છે. આજે આપણા પાસે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS