ઉપલેટા તા. પં. નું સુકાન મતદારોએ અપક્ષોના હાથમાં સોંપ્યું

  • March 03, 2021 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે ગ્રામિણ મતદારોએ પોતાના પ્રતિનિધિઓને આપેલા મતોની મતગણતરી ટાવરવારી બિલ્ડિંગમાં મામતલદાર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાતા તાલુકા પંચાયતનું સુકાન અપક્ષોના હાથમાં સોંપ્યું છે. જયારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાંથી એક બેઠક ભાજપનાં અને બે બેઠકો કોંગ્રેસ આથી મતદારોએ પોતાનો ચુકાદો આપી દીધો હતો.


ટાવરવાળી બિલ્ડિંગમાં ચૂંટણી અધિકારી ગોવિંદસિંહ મહાવદિયાની દેખરેખ નીચે ઈવીએમ સીલ ખોલાવાયો આવતા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે યોજાયેલી મતગણતરીમાં કોંગ્રેસ પક્ષને ૮ બેઠકો તેમજ ૮ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી જયારે બે અપક્ષો કિંગમેકરની ભૂમિકામાં બહાર આવ્યા હતા તેમાં તેલંગણાની પ્રતિભા ભરી બેઠકમાં તાલુકા ભાજપના મહામંત્રી અતુલભાઈ બોરિચાને પરાજ્યનો સામનો કરવો પડયો છે. આ બેઠક ઉપર કાથરોટા ગામના સરપંચ રામશીભાઈ વામરોટિયાના પત્ની કડવીબેન રામશીભાઈ વામરોટિયા વટથી વિજેતા બન્યા હતા આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા હતા.


બીજા અપક્ષ ખારચિયા બેઠક ઉપર બે ક્ષત્રિય ઉમેદવારોને હરાવી આહિર પ્રવિણાબેન પિયુષભાઈ દુબલ વિજેતા બન્યા હતા જયારે તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ લાખાભાઈ ડાંગરનો ઘર આંગણાની મોજીરા બેઠક ઉપર પરાજ્યનો સામનો કરવો પડયો છે તેવી જ રીતે ખાખીજાળિયાની પ્રતિષ્ઠાભરી બેઠક ઉપર ભાજપના બાવનજીભાઈ સુવાની પણ હાર થવા પામી છે. પાનેલી-૧ બેઠકમાં ભાજપના અગ્રણી મહેન્દ્રભાઈ ભાલોડિયાનાં પત્ની ભાવનાબેનને પણમતદારોએ પંચાયતમાં પ્રવેશ અપાયો નથી જયારે સૌથી આંખ ખેચનારા કુતિયાણા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર અંજનાબેન ઉટડિયા એક પણ જગ્યાએ પ્રચારમાં ગયા વગર ચૂંટાઈ આવ્યા છે. તાલુકા પંચાયતના વિજેતા ૧૮ ઉમેદવારોમાં ચરણીમાં ભિમાભાઈ બાવનજીભાઈ ચાવડા ભાજપ ઢાંક-૧માં રસ્મીતાબેન શાંતિલાલ પાનશેરિયા કોંગ્રસ, ઢાંકમાં નેતાબેન લાખાભાઈ વારગીયા ભાજપ, ગણોદમાં પ્રવિણભાઈ રાયધનભાઈ વિરડા-કોંગ્રેસ, ખાખીજાળિયામાં ભરત બચુભાઈ સુવા કોંગ્રેસ, ખારચરીયામાં પ્રવિણાબેન પિયુષભોઈ દુબલ આમ, ખીરસરામાં ગરીતાબેન ગોવિંદભાઈ માદડા ભાજપ, કોલકીમા જયશ્રીબેન પ્રકાશભાઈ ભાલોડિયા ભાજપ, મજેઠીમાં પ્રેમજીભાઈ સોમાભાઈ રેવર કોંગ્રેસ, નાગવદરમાં ચેતનાબા જયદેવસિંહ વાળા કાંગરા, પાનેલી-૧માં હર્ષાબેન મનોજભા, ઝાલાવડિયા કાંગરા, પાનેલી-૨માં પ્રિયંકાબેન નરેન્દ્રભાઈ સાંગેલા ભાજપ, મોજીરામાં વિનોદભાઈ દામભાઈ ચંદ્રવાડિયા ભાજપ, સમઢિયાળામાં રાજેન્દ્ર બાવનજી ‚પાપરા કાંગરા, તલંગણામાં કડવીબેન રામશીભા, વાવણોતરાયા અપક્ષ, જામટીંબડીમાં રાકેશ હસુભાઈ વૈષ્ણાની ભાજપ, વરજાંગજાળિયામાં ધનરાજભાઈ કાળાભાઈ સાવલિયા ભાજપ.


આમ તાલુકા પંચાયતમાં મતદારોએ ભાજપ-કોંગ્રેસને બન્ને સરખી બેઠક આપી બે અપક્ષોને વિજેતા બનાવી કિંગમેકરની ભૂમિકામાં અપક્ષોને રાખ્યા છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષ થયા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો દબદબો હતો છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને ૧૮માંથી ૧૭ બેઠકો આવી સતાના સુત્રો સંભાળ્યા હતા. જયારે આજના પરિણામો પરથી ભાજપને હરખાવા જેવું કાંઈ નથી સમગ્ર રાજ્યમાં ભાજપનો સૂરજ નથી રહ્યો ત્યારે ઉપલેટા તાલુકા પંચાયતમાં માત્ર ૮ બેઠક મેળવી સંતોષ માનવો પડયો છે ગત વખતમાં ભાજપને ૭ બેઠકો વધુ મળી છે જયારે ભાજપને વધુ બેઠક મળવા પામી છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાના ભાયાદર નીચે આવતા પાંચ બેઠકો છે જયારે આમ આદમી પાર્ટી ૮ બેઠકોમાં ચૂંટણી ત્રણ બેઠકો ઉપર સારો દેખાવ કર્યો હતો પણ તમામ બેઠક ઉપર પરાજ્ય થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS