ખંભાળિયા તાલુકા પંચાયતમાં એકમાત્ર અપક્ષ એવા અજુભાઈ-108 નો વિજય

  • March 05, 2021 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિસ્વાર્થ અને અવિરત કામગીરીના ફળ સ્વરૂપે મળી નોંધપાત્ર સફળતા

ખંભાળિયા તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે એકમાત્ર અપક્ષ સભ્ય વિજેતા બન્યા છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં 108 ની છાપ ધરાવતા ગઢવી અજાભાઈ કારીયાના માતા વિજેતા બન્યા છે.

ખંભાળિયા શહેરની બગલમાં આવેલા અને મહત્વના એવા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા આશરે એક દાયકાથી વધુ સમય થયા અવીરત રીતે નાની-મોટી તમામ પ્રકારની સેવાઓ કરવા માટે હંમેશા જાગૃત અને સક્રિય રહેતા અજાભાઈ ભીખાભાઈ કારીયા (અજા ગઢવી)ની અવિરત સેવા આ વિસ્તારના રહીશોમાં આવકારદાયક બની રહી છે. છેલ્લા આશરે દસેક વર્ષથી અજાભાઈ ગઢવી શક્તિનગર વિસ્તારમાં મહત્વના એવા પાણી વિતરણ, સ્ટ્રીટલાઈટ ઉપરાંત જરૂરિયાત મુજબ ગરીબ લોકોની સેવા કરવા હંમેશા બની રહ્યા છે. ખંભાળિયા તાલુકા પંચાયતના શક્તિનગર-1 વિસ્તારની યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં અજાભાઈ ગઢવી દ્વારા રાષ્ટ્રીય પક્ષોના બદલે અપક્ષ તરીકે તેમના માતા કામલબેન ભીખાભાઈ કારીયાની દાવેદારી નોંધાવવામાં આવી હતી. જેને આ વિસ્તારના રહીશોએ આવકારી અને નોંધપાત્ર 1684 મત સાથે વિજેતા બનાવ્યા હતા.

આમ, ખંભાળિયા તાલુકા પંચાયતમાં 24 પૈકી એકમાત્ર અપક્ષ ઉમેદવાર એવા 108 જેવા સેવાભાવી કાર્યકર અજાભાઈ ગઢવીના માતાને લોકોએ વિજેતા બનાવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS