Aap બાદ ભાજપને મત આપતા હોય તેવો વીડિયો Viral

  • February 28, 2021 12:38 PM 

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતિમ તબક્કામાં આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે વીડિયો વાયરલ થયાની વધુ એક ઘટના બની છે. ગોંડલ બાદ રાજકોટના નવાગામનો પણ એક વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં મતદાન કરનાર મત કુટીરમાં સાથે ફોન લઈ જઈ અને ભાજપને મત આપ્યાનું રેકોર્ડિંગ કરે છે. આ વીડિયો સામે આવતાં ભારે ચરચાર મચી છે. 

 

 

આ પહેલા ગોંડલનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કોઈ વ્યક્તિએ આમ આદમી પાર્ટીને મત આપ્યાનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે હવે નવા ગામમાંથી વાયરલ થયેલા આ વીડિયોને લઈને શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS