વિરાટ કોહલી T-20 વર્લ્ડકપ પછી છોડશે કેપ્ટનશીપ, રોહિતને મળી શકે છે જવાબદારી

  • September 16, 2021 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી જાહેરાત કરી છે. તેમણે પોસ્ટ કરતા લખ્યું કે, T-20 વર્લ્ડકપ પછી કેપ્ટનશીપ છોડી દેશે. જોકે આ પહેલા સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ચાલી હતી. જેમાં વિરાટ કોહલી કેપ્ટન કેપ્ટનશીપ છોડી દેવાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તે સમાચાર તથ્ય પૂર્ણ હતા.


ભૂતકાળમાં વિરાટ કોહલી કેપ્ટનશીપ છોડવાના હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે આ મામલે બીસીસીઆઈના1 અધિકારીએ પણ સમાચારને ખોટા ગણાવ્યા હતા. હવે ખુદ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.


વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં એક લેટર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, હું ખુબજ ભાગ્યશાળી રહ્યો છું. કે મને માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નથી, પણ મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કપ્તાની કરવાની તક પણ મળી છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ દરમિયાન મને ટેકો આપનાર તમામ વ્યક્તિઓનો આભાર માનું છું. ટીમના ખેલાડીઓ, સ્ટાફ મેમ્બર, પસંદગી સમિતિના સભ્યો, કોચ અને એ તમામ દર્શકો કે જે ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરતા હતા, તેમનો આભાર માની રહ્યો છું. 


 વિરાટ કોહલી વધુમાં લખ્યું કે, હું સમજુ છું કે કામનું પર ખૂબ મહત્વનો છે. છેલ્લા આઠ-નવ વર્ષથી ત્રણ ફોર્મેટમાં રમાઈ રહ્યો છું અને પાંચ-છ વર્ષથી સતત કેપ્ટનશીપ કરી રહ્યો છું. હું અનુભવું છું કે ટેસ્ટ અને વન-ડે ટીમમાં ઇન્ડિયાના કેપ્ટન બનવા માટે મારી જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે મને થોડા સમય તથા સ્પેસની જરૂર છે. T-20 ટીમના કેપ્ટન તરીકે ટીમને મારું બધું આપ્યું છે. હું બેટ્સમેન તરીકે આગળ જતા T-20 ટીમમાં મારું યોગદાન આપવાનું ચાલુ રાખીશું. 


વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે 45 T-20 મેચ રમી છે. જેમાંથી 29માં જીત મેળવી છે. માત્ર 13 મેચમાં ભારતની હાર થઈ છે. જ્યારે બેમાં કોઈ પરિણામ આવ્યું નથી. કોહલીની કેપ્ટનશિપમાં ભારતની જીતની ટકાવારી 65.11 ટકા હતી. ઇંગ્લેન્ડ સામે 2017 ની શ્રેણીમાં તે T-20 કપ્તાન બન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS