વીરપુર (જલારામ)માં બપોર બાદ મતદારો ઉમટતા મતદાન વધી ગયું

  • March 01, 2021 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 યાત્રાધામ વિરપુર જલારામમાં તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોની સવારે પાંખી હાજરી તેમજ બપોર પછીના સમયે મતદારોની ભીડ પણ જોવા હતી.


સમગ્ર ગુજરાતમાં સાથનીક સ્વરાજની ચૂંટણીનું આજે સવારે ૭ વાગ્યા થી મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે યાત્રાધામ વિરપુરમાં જેતપુર તાલુકા પંચાયત બે બેઠકો  તેમજ રાજકોટ જિલ્લામાં પંચાયતની એક બેઠક માટેના મતદાનમાં સવારથીજ મતદારોની પાંખી હાજરી જોવાં મળી હતી પરંતુ બપોર બાદ મતદાન મથકોએ મતદારોની કતારો લાગી હતી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા કોરોના મહામારીને લઈને મત દેવા આવતા મતદારોને હાથ સેનેટાઈઝ કરી તથા મોઢા પર માસ્ક સાથે હેન્ડગોલ્ઝ આપી તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું જ્યારે ચૂંટણી કર્મચારીઓ પણ સરકાર ગાઈડ લાઈન મુજબ ફેઈસ કીટ,સેનીટાઇઝ કરીને જ મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી તેમજ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમને લઈને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું જેમાં સવારના ૭ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધીનું યાત્રાધામ વિરપુરના ચાર મતદાન મથકો પર તાલુકા પંચાયત બેઠક વિરપુર-૧નું ૫૭.૬૫% જ્યારે વિરપુર-૨નું ૫૬.૭%નોંધાયું હતું જ્યારે જીલ્લા પંચાયત વિરપુર બેઠકનું ૬૩.૮૯% નોંધાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS