વાંકાનેર - મોરબી - વાંકાનેર સ્પે. ડેમુ ટ્રેનમાં રિઝર્વેશન પ્રથા અને ફી આજથી જ બંધ

  • March 04, 2021 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત તારીખ પહેલીથી શરૂ થયેલી વાંકાનેર મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની ૩ - ૩ અપડાઉન ટ્રીપમાં આજથી જ રિઝર્વેશન અને રિઝર્વેશન ફીના રૂ. ૧૫ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. ગઇ તા. ૧લી માર્ચથી શરૂ થયેલી વાંકાનેર - મોરબી - વાંકાનેર વચ્ચે ડેમુ સ્પેશિયલ ટ્રેનો (અંતર ૨૮ કિ.મી.)ની સંપૂર્ણ આરક્ષિત સ્પેશિયલ ટ્રેનોનું કામકાજ શરૂ કર્યું હતું. તેમાં ફરજિયાત રિઝર્વેશનમાં ટિકિટ ભાડું ૧૦ ઉપરાંત રિઝર્વેશન ફીના રૂ. ૧૫ મળી રૂ. ૨૫ એટલે કે ટિકિટભાડામાં દોઢસો ટકા વધારો કરાયો હતો. પરંતુ હવે આ ટ્રેનોમા આજે તા. ૪/૦૩/૨૦૨૧થી જ અનામત સ્પેશિયલ ટ્રેનોને બદલે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો તરીકે ડેમુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે વધારાના રૂ. ૧૫ લેવાનું બંધ કરવામાં આવ્યું છ્ે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, આ ટ્રેનોના મુસાફરો માટે આરક્ષણ કેન્દ્રમાં ૦૪.૦૩.૨૦૨૧ થી ટ્રેનોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.


હાલમાં આ ટ્રેનો માટે જ મુસાફરીની ટિકિટ આપવામાં આવશે. આ ટ્રેનોમાં પણ સીઝન ટિકિટ જારી કરવાની મંજૂરી નથી. બધા મુસાફરોએ કોરોના ભહામારી સામે તકેદારી રૂપે સામાજિક અંતર અને ફેસ માસ્ક પહેરીને કોવિડ -૧૯ ના સૂચિત પ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS