વિકાસની વાંછટ તંત્ર દ્વારા સર્વત્ર કયારે વરસશે...?

  • June 26, 2021 10:03 AM 

ખંભાળીયા ગેઇટ અદ્યતન બન્યો, ગ્રેઇન માર્કેટ ત્રણ દરવાજામાં રંગરોગાન કયારે...?, જીલ્લાના બેઠા પુલોનું નિમર્ણિ કયારે...? શહેરના ફુવારાઓ સમી સાંજે કયારે રંગીન પાણીવાળા બનશે

વિકાસશીલ ગુજરાતના વિકાસના માર્ગે જામનગર શહેર પુરપાટ દોડી રહયું છે, આ વિકાસની વાછટ ખરેખર સર્વત્ર થવી જોઇએ, અને થયેલ વિકાસની જાળવણી પણ યોગ્ય રીતે થવી જોઇએ, જામનગર શહેરના વિકાસની માંડીને વાત કરીએ તો છેલ્લા બે દસકમાં શહેરનો હરણફાળ વિકાસ થયો છે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

જેમાં લાખોટા પરિસર હોય, સાત રસ્તા સર્કલ હોય કે ખંભાળીયા ગેઇટ હોય, કે નવી અધતન કલેકટર કચેરી હોય કે જી.જી. હોસ્પીટલની ઇમારત હોય, પરંતુ જામનગરના ઇતિહાસ સાથે જોડાયેલી ધુંવાવ ખડકી તેમજ ગ્રેઇન માર્કેટના ત્રણ દરવાજા ઉપર પિતૃપી પીપળા ઉગી નીકળ્યા છે, ત્યારે જામનગર મહાપાલીકાનું વિકાસપી તંત્ર ધુંવાવ ખડકી અને ગ્રેઇન માર્કેટના ત્રણ દરવાજા તરફ અમી દ્રષ્ટી કરીને વિકાસપી વાછટ વરસાવે અને આ બંને ઐતિહાસીક દરવાજાઓ પણ ખંભાળીયા ગેઇટની જેમ ચકાચક બનવા જોઇએ.
વિકાસની ગતિ સર્વત્ર હોવી જોઇએ, તેમાં સ્થળમાં વ્હાલા-દવલાની નિતી ન હોવી જોઇએ, જેમાં ખાસ કરીને તો શહેરને જે ઐતિહાસિક વારસો મળેલ છે, એ ઐતિહાસીક વારસાની જાળવણી તેમજ તેનો વિકાસ થવો જ જોઇએ, કારણકે દિવસેને દિવસે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, તેમાંય ખાસ કરીને નવી પેઢીને તો વાંચન સાથે બારમો ચંદ્રમા છે.

નવી પેઢીના બહુ જુજ બાળકો કે યુવાનો જેમણે હરકિશનભાઇ જોશીનું પુસ્તક નવાનગર જામનગર વાંચ્યુ હશે. એટલે જે તે સમયે જામનગરનું ધુંવાવ નાકુ એ ગેઇટ જે તે સમયે જામનગર શહેર માટે કેટલો અગત્યનો હશે, જામનગરનો ભૂજયો કોઠો પુન: નિમાર્ણ પામી શકતો હોય, તો આ ધુંવાવ નાકું જે જામનગરના છેવાડે અને સ્લમ એરીયામાં આવેલ છે, ત્યાં અવરજવર ઓછી થાય છે તેને લીધે તેનું ઐતિહાસીક મૂલ્ય ભુલાવવું ન જોઇએ.

જામનગર શહેર હોય કે જીલ્લો વિકાસપી વાંછટ જામવાળીથી લઇને જામવંથલી સુધી, હરીપરથી લઇને હડીયાણા સુધી, કોટડા બાવીસીથી લઇને ખાનકોટડા સુધી સર્વત્ર પહોંચવી જોઇએ તેમાં શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર નાનુ ગામ હોય કે મોટું ગામ હોય, વિકાસના હકદાર તમામ ગામો અને તમામ સ્થળો છે.

વિકાસની સાથોસાથ લોકોમાં પણ જાગૃતતા કેળવાય એ ખૂબજ અગત્યનું છે, કારણ કે સરકાર અને તંત્ર ગમે તેટલો વિકાસ કરે એ પછી જામનગરનું રણમલ તળાવ હોય કે અદ્યતન કલેકટર કચેરી હોય કે કોવીડ હોસ્પીટલ હોય, તેમની જાળવણી રાખવી ત્યાં ગંદકી ન થાય તે પણ નગરજનોએ અને લોકોએ ઘ્યાન રાખવું એટલું જ જરી છે.

જામનગરમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસમાં રણમલ તળાવ, નવી અદ્યતન કલેકટર કચેરી, સાત રસ્તા સર્કલ, ખંભાળીયા ગેઇટ વગેરે સ્થળોમાં અને ખાસ કરીને જામનગરમાં સર્કલમાં બનાવવામાં આવેલા ફાઉન્ટન (ફુવારા)ની જાળવણી તંત્ર દ્વારા થતી નથી, આ બાબતે જામનગરના મીડીયાએ ઢોલ પીટી પીટીને વારંવાર તંત્રનો કાન આમળીયો હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, રણમલ તળાવ સ્થિત સરસ મજાની સોહામણી ટીકટીક કરતી ઘડીયાળના કાંટા સ્થિર થઇ ગયા હોવા છતાં, આ ઘડીયાળને રીપેરીંગ કરાવીને હજુ સુધી ચાલુ કરાવવામાં મનપાનું તંત્ર ઉણુ ઉતર્યુ છે.

જામનગર જીલ્લાની વાત કરીએ તો કદાચ સૌરાષ્ટ્રમાં આ એક જ એવો કમભાગી જીલ્લો હશે જેમાં મહત્તમમાં મહત્તમ બેઠા પુલો આવેલા છે, આ દરેક બેઠા પુલોમાં ચોમાસામાં પસાર થવું એટલે જીવને જોખમમાં મુકવા બરોબર ગણી શકાય, દર વર્ષે જામનગર જીલ્લાના આ બેઠા પુલ ઉપરથી ચોમાસા સમયે અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જામનગર જીલ્લાનું તંત્ર આ બેઠા પુલોને અદ્યતન ઉભા પુલો કયારે બનાવશે?

સરકાર દ્વારા મોટા મોટા શહેરોમાં સ્કાય પુલોનું નિમર્ણિ થાય છે પરંતુ શહેરથી  ગામડાને જોડતા રસ્તાઓનો હાલત તદ્દન કથળેલી જોવા મળે છે, બેઠાપુલ હોય કે મોટા પુલ હોય કા એની રેલીંગ તૂટી ગઇ હોય અથવા પુલ જર્જરીત થઇ ગયો હોય અને કામ ચાલુ હોય તો એટલું બધુ ગોકળગાયની ગતીએ ચાલુ હોય કે દિવસોને બદલે મહિનાઓ સુધી ગ્રામજનોને શહેરમાં આવવા માટે ડાયવર્ઝન પસાર કરવું પડે.

સરકાર અને તંત્ર દ્વારા વિકાસના કાર્યો જાહેર જનતા માટે સરસ રીતે થઇ રહ્યા છે. પરંતુ આ વિકાસપી વાંછટ જીલ્લાના તેમજ શહેરના દરેક જગ્યાએ સર્વત્ર રીતે  કોઇપણ જાતના ભેદભાવ વગર પડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS