દ્વારકા જિલ્લામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતી: વધુ 20 કેસ નોંધાયા

  • April 05, 2021 07:53 PM 

પોઝિટિવ કેસનો આંકડો  69 પહોંચ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ચિંતાજનક રીતે વધ્યો છે. જેમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ખંભાળિયામાં 9, દ્વારકામાં 5, કલ્યાણપુરમાં 4, તથા ભાણવડમાં 2 મળી કુલ નવા 20 પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. આ વચ્ચે શનિવારે ચાર તથા ગઈકાલે રવિવારે બે મળી છ દર્દીઓ સ્વચ્છ થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી કુલ મૃત્યુઆંક 86 નો યથાવત જ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાના અનેક કેસ વધ્યા છે. અનેક દર્દીઓ ખાનગી ડોક્ટરોની સલાહ મુજબ સારવાર હેઠળ છે. ત્યારે હાલમાં વધતા જતા કેસના કારણે લોકોમાં ભય સાથે ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. આ બાબતને સ્થાનિક તંત્ર ગંભીરતાપુર્વક લઈ અને તાકીદે જરૂરી કડક પગલાં લે તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS