દ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધતો કોરોના: એક દિવસમાં નવા છ દર્દીઓ

  • March 25, 2021 10:07 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસો દરમિયાન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે. જિલ્લામાં સોમવારે ચાર, મંગળવારે પાંચ, બાદ ગઈકાલે બુધવારે કલ્યાણપુર તાલુકામાં ચાર અને ખંભાળિયા તાલુકામાં બે મળી કુલ છ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે પણ એકેય દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી હાલ જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 34 સુધી પહોંચી ગયો છે. આ વચ્ચે નવાઈની વાત તો એ છે કે જિલ્લામાં કોરોના કાળ દરમ્યાન મૃત્યુનો કુલ આંક 85નો છેલ્લા એકાદ મહિનાથી યથાવત દર્શાવાઈ રહ્યો છે...!!


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS