આ દિવસે પીપળે પાણી રેડશો તો ક્યારેય નહીં બની શકો ધનવાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર વ્રુક્ષોમા સૌથી વધુ પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષમાં સૌથી વધુ દેવી દેવતાઓનો વાસ હોય છે. પીપળાનાં વૃક્ષનું શ્રીમદભાગવદપુરાણમાં ખૂબ મહત્વ વર્ણવવામાં આવ્યું છે અને આ વૃક્ષને વાસુદેવનું સ્વરૂપ માનવામાં આવે છે.

 

કહેવાય છે કે પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ત્રિદેવોનો વાસ હોય છે. અથર્વવેદમાં પીપળાના વૃક્ષનીચેનાં સ્થાનને સ્વર્ગ સમાન બતાવવામાં આવ્યું છે અને કહેવાયું છે કે ત્યાં બેસવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

 

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે અનુસાર જો પીપળાની પુજા કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે. તેના નશીબને ચમકાવી શકે છે જ્યારે પૂજનમાં ફેરફાર થતા તેનું વિપરિત મળે છે અને વ્યક્તિ દુઃખી થી શકે છે. પીડા આવી શકે છે. નશીબ ઉપર પાણી ફરી વળે છે.

 

સુખી થવા માટે ભાગ્યોદય કરવા માટે અમાસની રાતે અથવા શનિવારે પીપળા નીચે દીવો કરીને  હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી છે. પરંતુ રવિવારે પીપળાને પાણી પીવડાવવાથી, કે દીવો કરવાથી દરિદ્રતા મળી શકે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS