૧૪ માળની બિલ્ડિંગ પરથી યુવાનને મોતની છલાંગ લગાવી: કારણ અકબંધ

  • March 05, 2021 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પેડક રોડ પર નિર્માણાધીન ૧૪ માળની ઇમારતની અગાશી પરથી મોતની છલાંગ લગાવી યુવાને આપઘાત કરી લીધો હતો.જોકે યુવાને ક્યાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયુ ન હતું.


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસે મેલડી માતાના મંદિર નજીક બોમ્બે સુપર ફાઈટ નામની ૧૪ માળની નિર્માણાધીન બિલ્ડિંગ પરથી યુવાને મોતની છલાંગ લગાવી હતી.બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અશ્વિન રાઠોડે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


પોલીસ તપાસમાં આપઘાત કરનાર યુવાન સંત કબીર રોડ પાસે આવેલી ભગીરથ સોસાયટી શેરી ન.૫ માં રહેતો ચિરાગ રસિકભાઈ સોલંકી(૨૨) હોવાનું જાણવા મળ્યું હતું.યુવાન તેના ઘરેથી ઈમીટેશન જવેલરીનું કામ દેવા નીકળ્યા બાદ અચાનક તેણે આ પગલું ભરી લીધું હતું, જોકે પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નહોતું.


આપઘાત કરી લેનાર યુવાન બે ભાઇ બે બહેનના પરિવારમાં વચેટ હોવાનું જાણવા મળ્યું હતું.બનાવના પગલે યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.યુવાને ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS