જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી

  • March 31, 2021 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગેની મોકડ્રીલ તા.૨૬ ના રોજ યોજાઈ હતી. આ મોકડ્રીલનું આયોજન યુનિવર્સીટી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.


આ મોકડ્રીલમાં કચેરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટના કારણે  કમ્પ્યુટર સેટમાં આગ લાગતા યુનિવર્સિટીની ડીઝાસ્ટર રિસપોન્સ ટીમ દ્વારા તુરંત પ્રતિક્રિયા આપતા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવેલ અને ફાયર એલાર્મ વગાડી કચેરીમાં હાજર તમામ અધિકારી/કર્મચારીઓને સલામત સ્થળે ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા તથા સર્ચ અને રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા કર્મચારીઓને રેસ્ક્યુ ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડી પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આગને કઈ રીતે કાબુ લેવા માટે ફાયર એક્ષિગ્યુટર દ્વારા વધુ આગ ન ફેલાય તે માટે કઈ સાવચેતી રાખવમાં આવેલ તથા ફાયર બ્રિગેડને જાણ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, આરોગ્ય વિભાગ તથા જૂનાગઢ મહાનગરપાલિકાનાં ફાયર સેફટી વિભાગના કર્મચારીઓએ સહકાર પૂરો પડ્યો હતો. આ મોકડ્રીલને સફળ બનાવવા કુલસચિવ ડો.પી.એમ.ચૌહાણ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.વી.આર.માલમ, ડો.ડી.એસ.થાનકી, ડો.કે.સી.પટેલ, ડો.પી મોહનોત અને તેમની ટીમ તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કે.એસ.ત્રિવેદી તથા મયુર પરમારે જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS