ધોરાજી નદી બજારમાં આવેલ ભંગાર બજારમાં આગ લાગી

  • March 20, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ નદીબજારમાં આવેલ ભંગાર બજારમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી અને આગ એટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગને કાબુમાં લેવી પણ ભારે મુશ્કેલ બની હતી ત્યારે નદીબજારના સ્થાનિક મહેબુબભાઈ દ્વારા વિસ્તારના પાલિકા સદસ્ય અને ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી.એલ. ભાષાને જાણ કરવામાં આવી હતી અને ડી.એલૂ. ભાષાએ તાત્કાલીક ધોરણે નગરપાલિકાના ફાયર સ્ટાફને જાણ કરતા ધોરાજી ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

ધોરાજી લઘુમતી ભાજપના આગેવાન અને શહેર પ્રમુખ બોદુભાઈ ચૌહાણ પણ ઘટનાસ્થળે આવ્યા હતા. આ આગમાં માત્ર ત્રણ જેટલી ફોર વ્હીલ અને સ્ક્રેપનો સામાન અને લાકડાની કેબિનો બળીને ખાક થઈ ગઈ હતી. અંદાજીત ૩ લાખ જેટલું નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતમાં જાણવા મળેલ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS