સિહોરના વરલ ગામે કિશોરીની છરીના ઘા જીકી હત્યા

  • February 10, 2023 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મોડી રાત્રિના સમયે ટ્રેક્ટર ટાવરની સાઈટ પર લેવા જવાની બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં બાળા વચ્ચે પડતા કિશોરી નું થયું મોત


સિહોરના વરલ ગામે નજીવી બાબતની તકરારમાં એક ૧૬ વર્ષીય સગીરની હત્યા થવા પામી હતી. રાત્રીના સુમારે ટાવરની સાઈટ ઉપર ટ્રેકટર લેવા જવાની બાબતે પૂર્વ સરપંચને બોલાચાલી અને તકરાર થતા એક શખ્સ ઉશ્કેરાઈ ખુલ્લી છરી સાથે મારવા માટે જતા કાકાને બચાવવા ભત્રીજી વચ્ચે પડતા શખ્સ તેને છરી હુલાવી દીધી હતી. રક્ત રંજીત ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને ઘટનાની જાણ થતા ની સાથે જ એસપી એસઓજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત નો પોલીસ કાફલો દોડી ગયો હતો.


બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વરલ ગામે ટાવરનું કામ ચાલુ હોય ત્યા આજે ગુરૂવારે રાત્રીના ૧૦.૦૦ કલાકના અરસા દરમિયાન વરલ ગામે રહેતો આરીફ અલારખભાઈ પાયક ટ્રેકટર લેવા માટે ગયો હતો. 


જ્યાં વરલ ગામના પુર્વ સરપંચ લશ્કરભાઈ માધાભાઈ બારૈયા સાથે આરીફને બોલાચાલી થતા આરીફ અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો. દરમિયાન ઉગ્ર બોલાચાલીને લઈ આરીફ આવેશમાં આવી તેની પાસે રહેલી છરી લશ્કરભાઈને મારવા માટે દોડયો હતો. તે વેળાએ હાજર લશ્કરભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની દીકરી રાધિકાબેન (ઉ.વ. ૧૬) પોતાના કાકાને બચાવવા દોડીને વચ્ચે પડતા આરીફે રાધિકાબેનને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું.ગ્રામજનો દોડી આવ્યા ઉંક્ત રક્ત રંજીત ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. અને મોટી સંખ્યામાં હતી. 


બનાવની જાણ થતા પીઆઈ સહીતનો પોલીસ કાફલો વરલ દોડી ગયો હતો. અને મૃતક રાધિકાબેનનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બનાવ વેળાએ આરીફ પાયકને પણ ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતે ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સિહોર પોલીસે બનાવને લઈ મોડી રાત્રીના હત્યાની કલમ તળે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.


મૃતક બાળાને પિતાએ પોતાના સગા ભાઈને પોતાની પુત્રી દત્તક આપી હતી


સિહોરના વરલ ગામે રહેતા લશ્કર ભાઈ બારૈયા નાં નાનાભાઈ જગદીશભાઈ બારૈયા ને પુત્ર કે પુત્રી ન હોય તેને લઈને લશ્કરભાઈની પુત્રી રાધિકાને પોતાના જ નાના ભાઈ જગદીશભાઈ ને દત્તક આપી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application