જામનગર જિલ્લામાં કાળા કનકનો જનક ખંતીલો ખેડૂત

  • April 06, 2021 03:35 PM 

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે, જેમાં અસંખ્ય પાકો જોવા મળે છે. ટેકનોલોજી અને આધુનિકરણમાં કૃષિ ક્ષેત્રે પણ નવી-નવી ટેક્નિક દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. કેટલાક ખેડૂતો દ્વારા પ્રયોગ ખેતીમાં કરવામાં આવી રહ્યાં છે. આપણે ત્યાં મોટા ભાગે ખેડૂતો મગફળી, કપાસ અને દેશી ઘઉંનો પાક વર્ષ દરમિયાન મેળવતા હોય છે. જો કે, લાલપુર તાલુકાના મોડપર ગામના નવયુવાન શિક્ષિત ખેડૂત દ્વારા ખેતીમાં કાળા ઘઉંના વાવેતરનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને 55 વીઘામાં કાળા ઘઉં એટલે કે, કાળું સોનું વાવીને મબલખ પાક ઉત્પન્ન કર્યો છે.

 


સરકાર દ્વારા નવા-નવા બાગાયતી પાકોમાં ખેતીને પ્રોત્સાહિત કરવા માટે પ્રગતિશીલ ખેડૂતોને આહ્વાન કરાયું છે અને કેટલાંક શિક્ષિત ખેડૂતો પ્રયોગશીલ ખેતી તરફ વળ્યા છે. હાલમાં જ કાલાવડના શિક્ષિત ખેડૂતે સ્ટોબેરીની પ્રયોગશીલ ખેતી કરીને સારી એવી આવક મેળવી અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કયર્િ હતાં. દરમિયાનમાં લાલપુરના મોડપર ગામના વતની અને હાલ જામનગર રહેતા તેમજ ટી.વાય. બી.એ. સુધીનો અભ્યાસ કરેલાં કિશનભાઈ એમ. ચંદ્રાવાડિયા નામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માત્ર 39 વષર્ર્ની વય ધરાવતા ખેડૂત કિશનભાઈને ખેતીમાં નવા પ્રયોગ કરવાનો શોખ છે. નવી વસ્તુઓ વિશે જાણવાનો અને તે જાણકારીનો પ્રયોગ કરવાની વૃત્તિ ધરાવે છે. મોડપર, સિક્કા પાટિયા ખાતે આવેલી તેમની વાડીમાં આ વખતે તેમણે કાળા ઘઉંની ખેતીનો નવત્તર પ્રયોગ સફળ રીતે કર્યો છે.

 


મોડપર ખાતેની કુલ 50 વીઘાની વાડીમાં 25 વીઘામાં કાળા ઘઉં વાવેત્તરનો અને સિક્કા પાટિયે આવેલી વાડીમાં 10 વીઘા તથા પીપળી ખાતેની વાડીમાં 20 વીઘા મળી કુલ 55 વીઘામાં કાળા ઘઉંની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે જેમાં ટોટલ 1500 મણ કાળા ઘઉંનો પાક ઉતર્યો છે. યુ-ટ્યુબ ઉપર કાળા ઘઉંની ખેતી અને તેની જાણકારી મેળવ્યા બાદ તેઓએ મધ્યપ્રદેશમાંથી 1000 કિલો બિયારણ મેળવ્યું હતું અને કોઈ ખાસ તકેદારી વિના ટ્રેકટરથી કાળા ઘઉંનું વાવેત્તર કર્યું હતું. ઑર્ગેનીક ખેતીનો આ પ્રયોગ સફળ રહ્યો છે. કાળા ઘઉંની ખેતીમાં કોઈ ખાતર કે દવાનો ખાસ ઉપયોગ કરવામાં આવતો નથી. આપણાં દેશી ઘઉંની ખેતી કરતાં આ ખેતીમાં નિંદામણ મુકત સિવાય કોઈ ખાસ કામગીરી રહેતી નથી. દેશી એટલે કે, સાદા કે જે ઘઉં આપણે રોજિંદા  ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીંએ સાદા ઘઉં કરતાં કાળા ઘઉંનો મણનો ભાવ 1400 પિયા સુધી મળી શકે તેટલી કિંમત રહેતી હોય છે. જો કે, યાર્ડમાં સેલિંગની કાળા ઘઉં માટેની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ ન હોય આથી આ કાળા ઘઉંની બિયારણની ડિમાન્ડ કરી શકાય છે.

 


ખેડૂત કિશનભાઈએ આગળ જણાવ્યું હતું કે, મોટા ભાગના ખેડૂતો અને ખાસ કરીને આપણાં વિસ્તારોમાં કપાસ, મગફળી અને દેશી ઘઉંનું વાવેત્તર થાય છે. સામાન્ય રીતે ખેડૂતો સાદા ઘઉંની ખેતી કરે છે, પરંતુ કાળા ઘઉની ખેતી બહુ થતી નથી જે આ વખતે મેં પ્રયોગ કરીને સફળ વાવેતર કર્યું છે. આમાં પાક નિષ્ફળ જવાની ભીતિ રહેતી નથી, કાળા ઘઉંના અનેક ફાયદા રહેલાં છે. સામાન્ય રીતે દેશી ઘઉં બ્રાઉન-ભૂરા અને રાખોડી કલરના હોય છે. જ્યારે કાળા ઘઉંનો કલર ઓરિજીનલ કાળા જેવો જ દાણો જોઈ શકાય છે. બ્લેક વીન્ટ શરીરના સંચાલન માટે મહત્વનું એટલાં માટે ગણી શકાય કે, દેશી ઘઉં કરતાં કાળા ઘઉંમાં પ્રોટિન વધુ રહેલું છે.

 


કાળા ઘઉંનું વાવેત્તર પંજાબ, હરિયાણા, એમપી બાજુ બે વર્ષથી થઈ રહ્યું છે. આપણે ત્યાંના ખેડૂતો સારી એવી કમાણી કરી શકે અને ગુજરાતી તરીકે અહીંના ખેડૂતોને પણ આ બાબતનો ફાયદો મળે એ માટે કાળા ઘઉંનો પ્રયોગ કરેલ છે. ગત્ તા.20.11.20ના કાળા ઘઉંની વાવણી કરી હતી અને માત્ર ત્રણ મહિનાના ગાળામાં પિયત આપેલ છે.

 


સાદા ઘઉં કરતાં કાળા ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે, ઘઉં ઉગ્યા પછી ફૂટ વધારે જોવા મળે છે. એના કારણે લોરની સંખ્યા વધી જાય છે. લોરની લંબાઈ પણ સામાન્ય ઘઉં કરતાં વધારે હોય છે જેના કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. સામાન્ય રીતે દેશી ઘઉંનો મણનો ભાવ 400થી 500 પિયા સુધીનો હોય છે જ્યારે આમાં ત્રણથી ચાર ગણો વધારો એટલે કે, ફાયદો મળી રહે છે. સરકાર દ્વારા કાળા ઘઉંના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે કારણ કે, આના અનેક ફાયદા રહેલાં છે. પ્રયોગશીલ ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે પગલાં લેવા જોઈએ એમ માનવું છે.

 


‘આજકાલ’ની ટીમ દ્વારા ખેડૂત કિશનભાઈની સિક્કા પાટિયા અને પીપળી ડેમ સામે આવેલી વાડી ખાતે મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં એક ખેતરમાં કાળા ઘઉંનો લહેરાતો પાક જોવા મળ્યો હતો અને અન્ય ખેતરમાં કાળા ઘઉં કટર મશીનની મદદથી કાઢવાની કામગીરી ખેત મજૂરો દ્વારા કરવામાં આવી રહી હતી. અહીં કાઢેલા કાળા ઘઉંનો ઢગલો એક અલગ દૃશ્ય ખડું કરતું હતું.

 


‘કાળા ઘઉંની ખેતી’ આમ તો આ શબ્દ જ રોમાંચિત કરનારો છે, આપણે ત્યાં સાદા ઘઉંની ખેતી વધુ થાય છે પરંતુ આ વખતે નવયુવક પ્રયોગશીલ ખેડૂત કિશનભાઈ ચંદ્રાવાડિયાએ કાળા ઘઉં વાવીને અન્ય ખેડૂતોને નવો રાહ અને પ્રયોગ કરવા પ્રેરિત કયર્િ છે. કાળા ઘઉંએ હાલમાં લોકોમાં આશ્ર્ચર્ય સાથે આકર્ષણ જન્માવ્યું છે. ઉલ્લેખનિય છે કે, કાળા ઘઉંમાં અનેક ફાયદા રહેલાં છે. ખાવા ઉપરાંત બિયારણ માટે પણ ઉપયોગ-વેંચાણ કરવાની ખેડૂતની વિચારણા છે. આરયવા સિડ્સ એન્ડ એકસપોર્ટ કાું. બનાવવી છે, જેમાં કાળું સોનું એટલે કે કાળા ઘઉં અંગેની માહિતી મળી શકશે. કાળા ઘઉંની રોટલી ખાવામાં મીઠી અને સ્વાદિષ્ટ લાગે છે તેમ આ ખેડૂતનું કહેવું છે.

 


એવી પણ વિગતો ધ્યાનમાં આવી છે કે, મૂળ જાપાનની કંપની દ્વારા બ્લેક શૈડના વીટ પરથી પંજાબના અમુક પ્રગતિશીલ અને પ્રયોગ કરનારા ખેડૂતો એન્ડ એગ્રીકલ્ચરવાળાઓએ અગાઉના વખતમાં મિશ્રિત પ્રોડકટ્સનો પ્રયોગ કરેલો અને પ્રાયોગિક ધોરણે બિયારણના ટેસ્ટિંગ બાદ ઉત્પન્ન થયેલો માલ એક જગ્યાએથી અન્ય જગ્યાએ વાવણી કાળા ઘઉંની થતી રહી હતી, એવી માહિતી જાણકારો આપી રહ્યાં છે. એવું પણ કહેવાય છે કે, કાળા ઘઉં ઉપરાંત બ્લ્યુ-પર્પલ ઘઉંની પણ જાત આવે છે જેમાં કાળા ઘઉંની ઉપર જણાવેલી પીપીએમ કરતાં બ્લ્યુમાં 80 પીપીએમ અને પર્પલમાં 40 પીપીએમ હોવાનું જાણવા મળે છે.

 

સ્વાસ્થ્યની દૃષ્ટિએ અનેક ફાયદા

દેશી ઘઉંમાં પીપીએમ-5 હોય છે જ્યારે કાળા ઘઉંમાં પીપીએમ-140 એનટી ઑક્સિડન્ટ પ્રાપ્ત થાય છે. જે આપણાં શરીરની રોજિંદી ક્રિયાઓમાં સ્ત્રોતનો વધારો કરે છે. આ કાળા ઘઉંમાં ‘ઍન્થોસાઈનિંગ’ નામનું ઍન્ટિ ઑક્સિટ રહેલું છે જેના કારણે કલર કાળો છે. આ સિવાય કાળા ઘઉંમાં આયર્ન, પ્રોટીન અને ઝીંક જેવા તત્વો વધારે માત્રામાં રહેલાં છે. જેથી તેનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલસ્ટ્રોલ ક્ધટ્રોલમાં રહે છે. પ્રોટીન ઝીંક અને આયર્ન તત્વો હેલ્થમાં વધારો કરે છે. કાળા ઘઉંમાં આ તત્વો રહેલાં છે કે કેમ? એ બાબતની ખાત્રી કરવા માટે ઘઉંને લૈબોરેટરીમાં મોકલી અને તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પ્રોટીનની માત્રાની સાબિતી આપે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application