સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, દર્દીઓને બચાવવા દોડાદોડ થઈ

  • November 19, 2020 11:38 AM 1906 views

સુરતમાં ફરી એકવાર આગકાંડ સર્જાયો છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર વિભાગના ૧૦ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સારવાર લઈ રહેલા તમામ ૧૬ દર્દીઓને શિફ્ટ કરાયા હતા. આ આગ શોર્ટસર્કિટથી આગ લાગી હતી જોકે, સર્વર રૂમમાં લાગેલી આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી . ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતા નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ કામમાં જોડાઈ ગયા હતા.


બપોરે ૨ વાગ્યાની આસપાસ ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સર્વર રૂમમાં આગ લાગી હતી. હોસ્પિટલના પ્રથમ માળ પર આવેલા સર્વર રૂમમાં આગ લાગતા જ શોર્ટ સર્કિટથી ઝેરી ધુમાડો ચારેતરફ ફેલાયો હતો. જોકે, દર્દીઓને બચાવવા માટે એલિવેશનનો ભાગ તોડી નંખાયો હતો. હોસ્પિટલના નોન કોવિડ વિંગમાં આગ લાગી હતી. જ્યાં આઈસીયુમાં રહેલા૧૬ દર્દીઓને સફળતાથી શિફ્ટ કરાયા હતા. તો સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ સાવચેતીથી બહાર કાઢવામાં આવ્યા હતા.


ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સંચાલકે જણાવ્યું કે, આગ લાગતા જ હોસ્પિટલનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી દેવાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા તમામ દર્દીઓને શિફ્ટ કરી દેવાયા હતા. દર્દીઓને કોઈ પણ પ્રકાની ઈજા પહોંચી ન હતી. હોસ્પિટલ પાસે તમામ પ્રકારની એનઓસી છે. તેમજ તમામ સિસ્ટમ પણ કાર્યરત છે. જોકે, હોસ્પિટલના સંચાલકે મીડિયાથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાતની ચાર હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બન્યા છે. કોરોના મહામારી બાદ આ બનાવો વધ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ જામનગરની જીજી હોસ્પિટલ, વડોદરાની એસએસજી હોસ્પિટલ તથા સુરતના ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી છે. ત્યારે સવાલ એ થાય છે કે કોવિડ હોસ્પિટલ શરૂ કરતા પહેલા શું પૂરતી તકેદારી રાખવામાં નથી આવતી. આખરે આ આગ લાગવાનું કારણ શું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application