શહેરના ચાવડી ગેટમાં આવેલ ગોડાઉનમાં વિકરાળ આગ

  • January 23, 2021 01:18 AM 277 views

શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા અગ્નિ શામક દળે દોડી જઈ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં જુના પાવર હાઉસ પાસે આવેલ સર્વે નંબર 73- વાળી જગ્યા પરના ઠક્કર ટેક્સટાઈલ પ્રા.લિમીટેડ નામના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા અગ્નિશામક દળે દોડી જઈ 3 ફાયર ફાયટર, 1 ટેન્કર તેમજ 5 હેવી બ્રાઉઝર વડે પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે (ગોડાઉનમાં ઈટર્નલ ઓટો મોબાઈલના ઉત્તમભાઈ શાહે રાખેલા વાહન અને સામાન, રીસીલભાઈ અનિલભાઈ મહેતાના લક્ષ્મીનારાયણ ટેલીકોમનો સામાન તેમજ શેઠ બ્રધર્સના ગૌરવભાઈ શેઠના આયુર્વેદિક ઔષધિઓ સહિતનો માલ સામાન ઉપરાંત રમેશગીરી માનગીરી ગૌસ્વામી અને જયકુમાર અનિલભાઈ પંડ્યાની માલિકીના બાપા સીતારામ સોલાર પાવર પ્રા.લિમિટેડમાં રહેલ સામાન બળાને ખાક બન્યો હતો. મધ્ય રાત્રીના લાગેલી આગનું કારણ તેમજ નુકશાની અંગેની કશી વિગતો પ્રાપ્ત થઈ શકી નહતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application