કોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી

  • May 02, 2021 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસનું સંક્રમણ બીજી લહેરમાં ભયંકર રીતે ફેલાઈ રહ્યું છે. દેશભરમાં કોરોનાએ કોહરામ મચાવી દીધો છે. રોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. સતત વધતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી કોરોના ટાસ્ક ફોર્સે કેન્દ્ર સરકારને કહ્યું છે કે રાષ્ટ્રીય લોકડાઉન લગાવે.

 

 

દેશમાં હાલ જે રીતે કેસ વધી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થયું છે કે કોરોનાની બીજી લહેર ખૂબ ખતરનાક છે. કોરોના આ વખતે ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે અને લોકોના જીવ લઈ રહ્યો છે. તેના કારણે કોરોના પર કાબૂ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ટાસ્ક ફોર્સે તે વાત પર ભાર મુક્યો છે કે જો આ રીતે જ કેસ વધતાં રહ્યા તો દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા ખોરવાઈ જશે. 

 

 

કોવિડ 19 ટાસ્ક ફોર્સમાં એઈમ્સ અને આઈસીએમઆર જેવી પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાના ભયંકર રીતે વધતાં કેસ મામલે આ તમામ નિષ્ણાંતોએ બેઠક કરી પોતાના મંતવ્ય વડાપ્રધાન સુધી પહોંચાડે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS