દેશમાં ટૂંક સમયમાં લોન્ચ થશે નવી PUBG ગેમ

  • September 02, 2021 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PUBG ના ચાહકો માટે અત્યંત ખુશીના સમાચારો આવ્યા છે અને એવું બહાર આવ્યું છે કે ટૂંક સમયમાં જ દેશમાં પબજીની નવી ગેમ લોન્ચ થવાની છે અને તે માટેની તૈયારી ચાલી રહી છે. આ ગેમનો કરોડો લોકોને ઇન્તજાર છે.

 

પબજી ની નવી ગેમ ન્યુ સ્ટેટ્સ ભારતમાં લોન્ચ થઈ રહી છે કારણકે ક્રાફ્ટન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ ગેમ દેશમા પ્રિ રજીસ્ટ્રેશન માટે તૈયાર છે. જોકે આ ગેમના સત્તાવાર લોન્ચિંગ અંગેની તારીખ અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી અને તેની હવે પછી જાહેરાત કરવામાં આવશે.

 

જોકે એવી અપેક્ષા રાખી શકાય છે કે ટૂંક સમયમાં જ દેશમાં આ નવી ગેમ લોન્ચ થઈ જશે કારણ કે તેનું પ્રિ રજિસ્ટ્રેશન ખૂલી ચૂક્યું છે તેવી ચોખવટ કરવામાં આવી છે ત્યારે આ ગેમના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર છે.

 

એવી માહિતી આપવામાં આવી છે કે ન્યુ સ્ટેટ્સ ક્રાફ્ટનની એક નવી બેટલ રોયલ ગેમ છે જે પબજી મોબાઈલ થી પ્રેરિત છે. આ ગેમ વર્ષ 2051 પર આધારિત છે અને તેમાં એક સાથે 100 પ્લેયર જંગમાં સામેલ થઈ શકે છે.

 

એવી માહિતી પણ અપાઈ. છે કે કોઈપણ એક ટીમ જીતે ત્યાં સુધી આ ગેમ ચાલુ જ રહેશે અને તેમાં અલ્ટ્રા રિયાલિસ્ટિક ગ્રાફિક તેમજ ડાયનેમિક ગન રમત પણ સામેલ છે. ઉપરાંત તેમાં ડ્રોન અને કોમ્બેટ રોલ અને ઘણા બધા નવા હથિયારો જોવા મળશે.

 

છેલ્લા ઘણા સમયથી આ ગેમના ચાહકો દ્વારા નવી ગેમ નો ઇંતજાર કરવામાં આવી રહ્યો હતો અને અંતે તેમના માટે રાહતના સમાચાર આવી ગયા છે અને ટૂંક સમયમાં જ પબજીની નવી ગેમ દેશમાં લોન્ચ થઈ જવાની છે અને એક સાથે કરોડો લોકોને તેનો લાભ મળશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS