કોરોનામાં ફેશનના નામે ફીતુર અને ગરબાના નામે પબ્લિસિટીનો સ્ટંટ

  • October 28, 2020 02:21 AM 3762 views

કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે રાજ્યભરમાં ગરબા રમવાની મંજૂરી આપવામાં નથી આવી. સરકાર દ્વારા જાહેર અને શેરી બંને ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે ખેલૈયાઓ પણ નિરાશ થઈ ગયા છે. ત્યારે સુરતના ફેશન ડિઝાઈનિંગના વિદ્યાર્થીઓએ પીપીઈ ફેબ્રિકમાંથી ચણિયાચોળી અને કેડીયા તૈયાર કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઘણાન લોકોએ આ બાબતની ટીકા કરી છે અને ફેશનના નામે આવા ફીતુર બંધ કરવા જોઈએ અને ગરબાના નામે પબ્લિસિટી સ્ટંટ પણ બંધ કરવા જોઈએ તેવો અભિપ્રાય આપ્યો છે.


જયારે સરકારે ગરબાની મનાઈ કરી છે અને હજુ કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થયો નથી ત્યારે આવી કીટ પહેરીને ગરબા રમવાના પેંતરા બીજાને અવઢવમાં નાખશે.એ વાત ફેશન ડીઝાઇનીંગ ઇન્સ્ટીટયુટના સંચાલકોએ સમજવી જોઈએ. સુરતની આઈડીટી ફેશન ડિઝાઈનિંગ ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોરોનાની મહામારીને જોતા પીપીઈ ફેબ્રિક પર આભલા, ભરતકામ તથા પેઈન્ટિંગ કરીને કોરોના ફ્રી ચણિયાચોળી અને કેડીયા તૈયાર કયર્િ હતા. આટલું જ નહીં વિદ્યાર્થીઓએ સાદા માસ્ક પર પણ ભરતામ અને આભલા લગાવીને તેને નવરાત્રી સ્પેશિયલ માસ્ક બનાવી દીધા હતા. આ કોરોના ફ્રી ચણિયાચોળી અને કેડીયાએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.


ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને જોતા નવરાત્રી, દશેરા, દિવાળી તથા શરદપૂનમ અને દુગર્િ પૂજાની ઉજવણીને લઈને ઘણી બધી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જે મુજબ, આ વર્ષે નવરાત્રીમાં માત્ર માતાજીની ગરબી કે મૂર્તિની જ પૂજા-આરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના મોટાભાગના ગરબાના આયોજનો આ વર્ષે બંધ રાખવામાં આવ્યા છે. એવામાં સુરતના ફેશન ઈન્સ્ટીટ્યુટ દ્વારા ખાસ પ્રકારની ચણિયાચોળી તૈયાર કરાયેલી જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application